તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:જૂનાગઢમાં કોરોનાનાં કારણે કૃષિ મેળો અને લોકઅદાલત મોકુફ

જૂનાગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કૃષિ મેળો 16મી અને લોકઅદાલત 10 એપ્રિલનાં હતા

જૂનાગઢમાં આગામી દિવસોમાં યોજાનાર કૃિષ મેળો તેમજ લોક અદાલત કોરોનાને કારણે મોકુફ રાખવામાં આવી છે.જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા આયોજીત તા.16,17,18 એપ્રિલનાં એગ્રી ગુજરાત 2021 કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલની કોરોનાનાં વધતા જતા સંક્રમણને ધ્યાને રાખી આ કૃષિ મેળો હાલ પુરતો મૂલતવી રાખવામાં આવ્યો છે.

કૃષિ મેળામાં એગ્રીકલ્ચર મશીનરી- ઈક્વીપમેન્ટસ- બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને ઓર્ગેનિક પ્રોડકસ, સોલાર પ્રોડકસ – ઈરીગેશન, ગ્રીનહાઉસ સીસ્ટમ- પશુપાલન અને ડેરી પ્રોડકસની જુદી જુદી કંપનીઓ ભાગ લેનાર હતી. તેમજ જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા તા.10 એપ્રિલના રોજ જૂનાગઢ જિલ્લામાં યોજાનાર નેશનલ લોક અદાલત મોકુફ રાખવામાં આવી છે.

આ નેશનલ લોક અદાલત કોરોના મહામારીના કારણે મોફુક રાખવામાં આવેલ છે. આથી જે પણ પક્ષકારોએ પોતાના કેસો આ લોક અદાલતમાં મુકેલ હોય તેઓએ જે તે કોર્ટમાં હાજર રહેવાનું રહેશે નહીં. તેમ જિલ્લા કાનુની સેવા સત્તામંડળ જૂનાગઢના સચિવ પી.એમ અટોદરીયાની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો