શ્રમિકનું મોત:આઘેડનું ભુલથી જંતુ નાશક દવા પી જતા સારવાર દરમિયાન મોત

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાકમાં છંટકાવ માટે દ્વાવણ બનાવવામાં આવ્યું હતું
  • માળિયાહાટીના તાલુકાનાં વિસણવેલ ગામનો બનાવ

માળિયાહાટીના તાલુકાનાં વિસણવેલ ગામે એક આઘેડે ખેતરમાં દવાનો છંટકાવ કરવા માટે દ્રાવણ બનાવ્યું હતું. જે દ્રાવણ ભુલથી પી જતા સારવાર માટે લઈ જવાયા હતા. સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત માળિયાહાટીના પંથકનાં ચોરવાડ જરાળી ગામ બંદર રોડ વિસ્તારમાં રહેતા ધીરૂભાઈ ઉકાભાઈ વાળાએ ચોરવાડ પોલીસમાં જણાવ્યા અનુસાર ઉકાભાઈ વિરાભાઈ વાળા (ઉ.વ.54, રહે. વિસણવેલ) વાળાએ ખેતરમાં છંટકાવ કરવા માટે ઝેરી દવાનું દ્રાવણ બનાવ્યું હતું. ઉકાભાઈ જે દ્વાવણ ભુલથી પી જતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.

જો કે, સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. આ બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં લીલીયા તાલુકાનાં ભેંસવડી નજીક ટ્રેન હડફેટે પરપ્રાંતિય શ્રમિકનું મોત નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...