તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ શહેરમાં પોસ્ટ ખાતાની વિવિઘ યોજના હેઠળ કરોડો રૂપીયાનું ફૂલેકું ફેરવનાર પરીવારના ત્રણ સભ્યો પકડાયા હતા. જેથી અગાઉ તે પરીવારના માતાની નાની બચતની એજન્સી બ્લેક લીસ્ટ કરાયા બાદ ગઇકાલે તેના પુત્રની પણ એજન્સી બ્લેક લીસ્ટ કરવામાં અાવી હોવાનું જાણવા મળેલ છે.
જૂનાગઢ શહેરમાં નાની બચતના એજન્ટ દ્રારા નાંણાકીય ગેરરીતીઅો અાચરવામાં અાવી હતી. અા સંદર્ભે જૂનાગઢ હેડ પોસ્ટ અોફીસ દ્રારા એસએએસ (સ્મોલ સેવીંગ સ્કીમ) એજન્ટને બ્લેકલીસ્ટત કરવા અંગે સુપ્રીટેન્ડેન્ટ અોફ પોસ્ટ જૂનાગઢ દ્રારા જીલ્લા કલેકટરને ભલામણ કરવામાં અાવી હતી. જે ભલામણ અન્વયે જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી દ્રારા તુષાર ભરતભાઇ પરમારની નાની બચત યોજના અંગેની એજન્સીને બ્લેક લીસ્ટ કરેલ હતી.
અા એજન્ટ દ્રારા નાણાકીય ગેરરીતી ન થાય અને અાવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તથા અા એજન્ટ કચેરીને ગુમરાહ કરી અન્ય જીલ્લામાંથી ફરીથી નાની બચત યોજના અંગેની એજન્સી મેળવે નહીં તે માટે એજન્સી ફકત રદ ન કરતા તેમની એજન્સીને બ્લેકલીસ્ટ કરવામાં અાવેલ છે. જેથી કોઇપણ વ્યકિતએ તુષાર ભરતભાઇ પરમાર સાથે કોઇપણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડ ન કરવા નાની બચત શાખા કલેકટર કચેરી જૂનાગઢની યાદીમાં જણાવેલ છે. અા અગાઉ તુષારની માતાના નામની એક એજન્સીને પણ બ્લેક લીસ્ટ કરવામાં અાવેલ હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.