તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • After Two Earthquakes Were Recorded In The Morning At Talala Of Gir Somnath, The Land Of Veraval Panth Was Shaken With A Mysterious Explosion In The Afternoon.

ભેદી ધડાકો:ગીર સોમનાથના તાલાલામાં સવારે બે ભૂકંપના આંચકા નોંધાયા બાદ બપોરે ભેદી ધડાકા સાથે વેરાવળ પંથકની ધરા ધ્રુજી ઉઠી

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ભેદી ધડાકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં આજે સવારે બે ભૂકંપના આંચકા આવ્યા બાદ બપોરે 3 વાગ્યા આસપાસ જિલ્લા મથક વેરાવળમાં એકાએક ભેદી ધડાકા સાથે ધરા ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભેદી ધડાકો વેરાવળ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના અનેક ગામોમાં લોકોએ સાંભળ્યો હોવાનું જાણવા મળી રહેલ છે. ત્યારે આ ભેદી ધડાકાનું રહસ્ય શું છે તેનું કારણ અકબંધ છે.

આજે જિલ્લાના તાલાલા ગીર પંથકમાં બે ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી હતી. જેમાં પ્રથમ તાલાલામાં સવારે 10:24 વાગ્યે 1.8 ની તીવ્રતાનો અને બપોરે 12: 28 વાગ્યે 2.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જો કે સામાન્ય તીવ્રતાના બંન્ને આંચકા આવ્યા હોવાથી અમુક લોકોએ જ અનુભવ્યો હતો.

જો કે, બપોરે 03:10 આસપાસ જિલ્લા મથક વેરાવળ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક ભેદી ધડાકા સાથે આંચકો અનુભવાયો હતો. જેથી ભયના કારણે લોકો ઘરની બહાર દોડી ગયા હતા. આ ભેદી ધડાકાને લઈ લોકોમાં એક તબક્કે ગભરાટ પ્રસરેલ હતો. શહેરીજનો એકબીજને ફોન કરી ભેદી ધડાકો સાંભળ્યો કે ? એવી પૂછપરછમાં મશગુલ થઈ ગયા હતા. જો કે, ભેદી ધડાકાનો અવાજ એટલો જબરદસ્ત હતો કે લોકોએ દૂરદૂર સુધી સાંભળ્યો હતો. આ બાબતે તંત્ર તપાસ કરી રહ્યું હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...