• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • After The Saffron Mango Crop Failed For Two Years, The Chief Minister Demanded To Include It In The Kisan Sahay Yojana And Pay Financial Assistance

તાલાલા ગીરના ખેડૂતોની રજૂઆત:બે વર્ષથી કેસર કેરીનો પાક નિષ્ફળ જતાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સમાવેશ કરી આર્થિક સહાય ચૂકવવા માગ

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલાલા માર્કેટીંગ યાર્ડની સામાન્ય સભાએ ઠરાવ કરી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર પંથકની જીવાદોરી સમાન વિશ્વ પ્રખ્યાત કેસર કેરીનો પાક છેલ્લા બે વર્ષથી નિષ્ફળ જતો હોવાથી કેસર કેરી પકવતા ખેડૂતોને મરણતોલ આર્થિક ફટકો પડયો છે. ત્યારે આર્થિક પાયમાલીમાંથી ઉગારવા માટે તાત્કાલિક ધોરણે કેરી પકવતા ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સમાવેશ કરી કેરીના નિષ્ફળ પાકની સહાય ચૂકવવા માર્કેટીંગ યાર્ડની સામાન્ય સભાએ ઠરાવ કરી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સમક્ષ માગણી કરી છે.

તાજેતરમાં તાલાલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળાના અધ્યક્ષ સ્થાને યાર્ડની સામાન્ય સભા મળી હતી. આ સભામાં તાલાલા ગીર પંથકમાં સતત બીજા વર્ષે કેસર કેરીનો પાક નિષ્ફળ જવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તાલાલા ગીર પંથકમાં ગત વર્ષે તા.17-5-21 ના રોજ ફુંકાયેલ તાઉતૈ વાવાઝોડાના કારણે કેસર કેરીનો તૈયાર પાક નાશ પામવાની સાથે બગીચામાં રહેલા આંબાના લાખો વૃક્ષોને મૂળમાં અકલ્પનીય નુકસાન પહોચ્યું હતુ. જેથી આ વર્ષે કેસર કેરીનું બંધારણ થયા બાદ વિપરીત હવામાનના કારણે કેસર કેરીના પાકનું બાળમરણ થયું છે. આમ બે વર્ષથી કેસર કેરીનો પાક નિષ્ફળ જતા કેરીના ઉત્પાદન ખેડૂતોને આર્થિક મરણતોલ ફટકો પડયો હોવાથી આર્થિક પાયમાલ થઈ ગયા છે. જેથી કેરી પકવતા ખેડૂતોને ઉગારવા તાલાલા ગીર પંથકના ખેડૂતોનો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સમાવેશ કરી તુરંત સહાય ચૂકવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરતો ઠરાવ યાર્ડની સામાન્ય સભામાં પસાર કરવામાં આવ્યો હતો.

કેસર કેરી તાલાલા ગીર પંથકનો મુખ્ય પાક હોવાથી પંથકના ખેડૂતોનો સંપૂર્ણ આધાર કેસર કેરીનો પાક છે. કેરીના ઉત્પાદક ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બચાવવા તુરંત મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સહાય ચૂકવી અનિવાર્ય બની ગયેલ હોય તેનો પણ માર્કેટીંગ યાર્ડની સામાન્ય સભાએ ઠરાવમાં ઉલ્લેખ કર્યો છે. માર્કેટીંગ યાર્ડની સામાન્ય સભામાં વાઇસ ચેરમેન ઘનશ્યામભાઈ ખાનપરા સહિત બોર્ડના તમામ ડિરેક્ટરોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...