માગ:રીનોવેશન બાદ પહેલા વરસાદમાંજ મહોબત મકબરા પર શેવાળ જામી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એન્ટ્રી ફી માટે મુસ્લિમ સંસ્થાને ટેન્ડર આપવા માંગ

જૂનાગઢમાં મહોબત મકબરા અને બહાઉદ્દીનભાઇના મકબરાનું તાજેતરમાંજ રીનોવેશન કાર્ય થયું છે. પણ બાદમાં પહેલા વરસાદમાં જ બંનેના ગુંબજ પર શેવાળ જામી છે. આ સાથે આગામી દિવસોમાં ત્યાં એન્ટ્રી ફી પણ રાખવાના હોઇ તેનું ટેન્ડર કોઇ મુસ્લિમ સંસ્થાનેજ આપવાની માંગણી કલેક્ટર સમક્ષ કરાઇ છે.

જૂનાગઢની જુમ્મા મસ્જીદના કાદરી મોહંમદ અમીને જિલ્લા કલેક્ટરને એક પત્ર પાઠવ્યો છે. જેમાં વિવિધ રજૂઆતો કરી છે. જેમાં મહોબત મકબરા અને બહાઉદ્દીનભાઇના મકબરા હેરીટેજ ઇમારત હોઇ તેનું તાજેતરમાંજ રીનોવેશન કરવામાં આવ્યું છે. જોકે, તેનું કામ હાલ અંતિમ તબક્કે છે. ત્યારે પહેલા વરસાદેજ તેના પર લીલી શેવાળ જામી છે.

અને કાળા ધબ્બા થઇ ગયા છે. આથી ઉઘાડ નીકળતાંજ તેની સફાઇ કરાવવા માંગ ઉઠી છે. તો મેઇન ગેઇટના દરવાજાને અને બહારની જાળીઓને પણ કાટ લાગી ગયો હોઇ તેને કલર થવો જરૂરી બન્યો છે. મકબરા ખુલ્લા મૂકતાં પહેલાં કુલ 14 જગ્યાઓ અલગ અલગ પોસ્ટ ધરાવતી ધાર્મિક શૈક્ષણિક લાયકાતો મુજબની છે.

તેના પર તાત્કાલિક જુમ્મા મસ્જીદના શહેર ખતીબ દ્વારા ઇન્ટરવ્યુ લઇ નિમણૂંકો આપવા માંગણી કરાઇ છે. બંને મકબરા માટે રૂ. 20 ફી નક્કી થયેલ હોઇ તેનું ટેન્ડર પણ મુસ્લિમ સંસ્થાને સુપ્રત થાય એવી ભલામણ કરવા વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...