બે સંતાનોના પિતાની કરતૂત:જૂનાગઢમાં એક યુવતીના નંબર મેળવી પજવણી કરી, પોલીસે એકતરફી પ્રેમનો નશો ઉતારી દીધો

જુનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંતાનોનો આધેડ પિતા એકતરફી પ્રેમમાં યુવતીની બદનામ કરવાની ધમકી આપતો હતો

જૂનાગઢમાં રહેતી એક યુવતીની એકતરફી પ્રેમી પરણિત યુવક પજવણી કરતો હતો. યુવકે યુવતીના મોબાઈલ નંબર મેળવી વારંવાર વાત કર નહીં તો બદનામ કરીશ તેવી ધમકી આપી દબાણ કરતો હતો. જેનાથી ત્રસ્ત થઈ ગયેલ યુવતીએ પોલીસની મદદ માંગતા પોલીસ ટીમએ યુવકને બોલાવી ખાખીની ભાષામાં સમજાવી ગુનાની ગંભીરતા સમજાવતા પરણિત યુવક સમજી ગયો હતો અને હવે હેરાન નહીં કરવાની ખાત્રી આપી હતી.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગિરિરાજ રોડ વિસ્તારમાં રહેતી એક યુવતીના ઘરે તેના ભાઈનો મિત્ર અવાર-નવાર આવ જાવ કરતો હતો. જેથી પરિચીત મિત્ર બે સંતાનોનો પિતા હોવા છતાં યુવતીના એકતરફી પ્રેમમાં પડી ગયેલ હતો. તેણે યુવતીના મોબાઈલ નંબર મેળવી લઈ વોટસઅપ કોલ કરતો હતો. અને અગાઉ ઘરે આવતો ત્યારે ફોટા પાડી લીધા હતા. બાદમાં યુવતી બહાર જતી ત્યારે પણ રસ્તો રોકી પજવણી કરી સમાજમાં બદનામ કરવા વારંવાર ધમકી આપતો હતો.

બે સંતાનોના બાપ એવા એકતરફી પ્રેમીથી ત્રસ્ત થયેલ યુવતી મૂંઝવણમાં મુકાઈ હતી. બાદમાં અંતે આ યુવતી અને તેનો ભાઈ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ મળી સમગ્ર વાત જણાવી મદદ માંગી હતી. જેને લઈ અધિકારીએ આપેલ સુચનાથી બી ડીવીઝન પોલીસના ઈન્ચાર્જ પીઆઈ એમ.એમ.વાઢેર એ શી ટીમના સ્ટાફને સાથે રાખી એક તરફી પ્રેમી યુવકને શોધી કાઢી પોલીસ સ્ટેશનએ લઈ આવી હતી. તેના મોબાઇલમાંથી યુવતીના ફોટા સહિતની સાહિત્ય ડિલીટ કરાવેલ હતુ. બાદમાં પ્રેમી પરણિત યુવકને પોલીસે ખાખીની ભાષા સમજાવી તેણે કરેલ કૃત્ય બદલ ગુનાની કાર્યવાહીનું સમજણ આપેલ હતુ. જેથી પરણિત યુવક શાનમાં જ સમજી ગયેલ અને ભવિષ્યમાં ક્યારેય યુવતીને હેરાન નહીં કરવાની ખાત્રી આપી હતી. આમ, પોલીસ અધિકારીની કુનેહપૂર્વકની ફરજ રૂપી કામગીરીના લીધે યુવતીનો છુટકારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...