108ની કામગીરી:ફોનથી જાણકારી મેળવી ઇન્જેકશન આપી ખેડૂતનો જીવ બચાવી લીધો

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલખામાં ખેડૂતને સાપે દંશ દીધા બાદ 108ની કામગીરી

બિલખામાં એક ખેડૂતને સાપે દંશ દીધો હતો. બાદમાં 108ની ટીમે ફોનથી જાણકારી મેળવી ઇન્જેકશન આપી ખેડૂતનો જીવ બચાવ્યો હતો. આ અંગે 108ના જિલ્લા અધિકારી વિશ્રૃત જોષીએ જણાવ્યું હતું કે,બિલખાના પિયુષભાઇ કણક ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે સાપ કરડી ગયો હતો.

બાદમાં જાણ કરતા બિલખા 108ના ઇએમટી વિશાલ ભાલોડીયા અનેપાઇલોટ વિપુલભાઇ બાખલખીયા તુરત પહોંચી ગયા હતા અને પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. ખાસ તો ઝેરની અસર વધુ ન થાય તે માટે ઉચ્ચ તબીબોને ફોન કરી માહિતી મેળવી હતી અને બાદમાં તે મુજબ ઇન્જેકશન આપતા ખેડૂતનો જીવ બચી જવા પામ્યો હતો. આમ, તેમની સ્થિતીમાં સુધાર થતા અને ખતરાની બહાર જણાયા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...