જૂનાગઢમાં એજ્યુકેશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે નિસર્ગ નેચર ક્લબના પ્રમુખ ડો.પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, ગાંધીગ્રામમાં આવેલ નિસર્ગ કિડ્સ પ્લે હાઉસ ખાતે એજ્યુકેશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પ્લે હાઉસના સંચાલિકા મોનાલીબેન ગણાત્રાએ તમામ બાળકોને દેશના મહાન સપૂતોના દ્રષ્ટાંત આપી તેમની જેમ દેશ સેવા કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવી પરિવારનું નામ રોશન કરવા જણાવ્યું હતું. આ તકે તમામ બાળકોને સર્ટિફિકેટ તેમજ ગિફ્ટ આપી હતી. કાર્યક્રમમાં બાળકો તેમજ તેમના વાલીઓ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.