જૂનાગઢ શહેરમાં આવેલ વણઝારી ચોક પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજનની અગાસી પર નશાખોરો પીધા પછી દારૂની ખાલી બોટલો, નાસ્તાનો કચરો ફેકે છે. આ અંગે શાળાના આચાર્ય જશુબેન ભારવાડિયાએ જણાવ્યું કે, શાળામાં સાંજના સમયે આવારા તત્વો દ્વારા વારંમવાર દારૂ પીધેલી ખાલી બોટલો અને નાસ્તાના પેકેટો શાળાની મધ્યાનભોજનની અગાસી પર ફેકવામાંઆવે છે.
આને કારણે જ્યારે બાળકો મધ્યાનભોજનના સમયે જમવા હોલમાં જાય છે ત્યારે તૂટેલી બોટલના કાચ બાળકોના પગમાં લાગવાથી ઇજાના બનાવ પણ બને છે. શાળાના સફાઇ કર્મચારી દ્વારા આની સફાઇ પણ કરવામાં આવે છે. આ જ્ઞાન મંદિરમાં આવી પ્રવૃતિને કારણે બાળકોના મગજ પર આની વિપરીત અસર પણ પડે છે. જેથી સાંજના સમયે કોણ કરે છે તે એક સવાલ ઉભો થયો છે. આ અંગે આ કાર્ય રોકવા તથા તપાસ હાથ ધરવા માંગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.