નેત્રમની મદદ:દુબઇથી જૂનાગઢ આવ્યાને મજેવડી વાનમાં થેલો ભૂલ્યા

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેત્રમ શાખાએ સીસીટીવી કેમેરાની મદદથી થેલો શોધી પરત કર્યો

દુબઇથી જૂનાગઢ આવેલા યાત્રિક ગાડીમાં થેલો ભૂલી ગયા હતા જેને નેત્રમ શાખાની ટીમે સીસીટીવી કેમેરાની મદદથી શોધી આપી પરત કર્યો હતો. જૂનાગઢના અને હાલ દુબઇ રહેતા રેશ્માબેન સાંધ દુબઇથી જૂનાગઢ આવવા નિકળ્યા હતા. દરમિયાન દુબઇથી રાજકોટ આવ્યા બાદ વાનમાં જૂનાગઢ આવતા હતા ત્યારે મજેવડી દરવાજે ઉતર્યા જેમાં પોતાનો એક થેલો વાનમાં ભૂલી ગયા હતા. ઘરે ગયા બાદ થેલો ભૂલાયો હોવાનું યાદ આવતા એ ડિવીઝન પીઆઇ એમ.એમ. વાઢેરને જાણ કરી હતી.

તેમના દ્વારા નેત્રમ શાખાના પીએસઆઇ પી.એચ. મશરૂને જાણ કરતા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. આ તપાસમાં જે વાનમાંથી ઉતર્યા અને થેલો ભૂલ્યા હતા તે વાનને શોધી કાઢી તેના ચાલકને બોલાવી પૂછપરછ કરતા વાનમાં કોઇ થેલો ભૂલી ગયાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે 10,000થી વધુની કિંમતના કપડાં ભરેલ થેલો મેળવી મૂળ માલિકને પરત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...