બે શખ્સોની અટકાયત:મોટી ધણેજમાં ફોન કરી યુવાનને બોલાવ્યા બાદ પાઈપ ઝીંક્યો, અગાઉ થયેલ બોલાચાલીનું મનદુ:ખ થયું 'તું

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હુમલો કરનારા બે શખ્સોની પોલીસે અટક કરી હતી

માળિયાહાટીનાનાં ધણેજ ગામે જુના મનદુ:ખમાં યુવાનને બોલાવી પાઈપ વડે હુમલો કરી કારમાં નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મોટી ધણેજ ગામે રહેતા પરબતભાઈ ભાયાભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પરબતભાઈને નિલેશ રાજશીભાઈ સોલંકીના ડ્રાઈવર સાથે અગાઉ બોલાચાલી થઈ હોય જે બાબતનું મનદુ:ખ ચાલતુ હોય જેમના લીધે આરોપીએ પરબતભાઈને ફોન કરી બોલાવ્યા હતા.

માથાના ભાગે તેમજ હાથના ભાગે પાઈપ નો ઘા મારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત કારમાં પણ નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ મારામારી દરમિયાન પરબતભાઈના ખીસ્સા માંથી 50 હજારની રોકડ અને ગળામાં પહેરેલ સોનાનો ચેઈન પડી ગયો હતો. આ બનાવમાં નીલેશ રાજશીભાઈ સોલંકી, જયેશ પરબતભાઈ સોલંકી વિરૂદ્ધ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...