તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગિરનારની પરિક્રમાનો પ્રારંભ:અભયારણ્ય બનતાં ફક્ત બગડુનાં અજા ભગતની પરિક્રમા ચાલુ રહી

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
બગડુ પાસે આજે પણ અજા ભગતની સમાધી સ્થાન છે. તેમજ અહીં પરિક્રમાનાં આદ્ય સ્થાપકનો બોર્ડ પણ લગાવેલ છે. જયારે ચાલુ વર્ષે માત્ર ઉતારા મંડળે પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. - Divya Bhaskar
બગડુ પાસે આજે પણ અજા ભગતની સમાધી સ્થાન છે. તેમજ અહીં પરિક્રમાનાં આદ્ય સ્થાપકનો બોર્ડ પણ લગાવેલ છે. જયારે ચાલુ વર્ષે માત્ર ઉતારા મંડળે પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.
  • કારતક સુદ અગિયારસથી પૂનમ દરમ્યાન થતી પરિક્રમાનો 138 વર્ષનો ઇતિહાસ મોજુદ છે

ગિરનારની પરિક્રમા ગઇકાલે મધરાતથી શરૂ થઇ ગઇ. આશરે એક સદી બાદ પરિક્રમા ફક્ત કારતક સુદ 11 થી પૂનમ સુધી થાય છે. સૈકા પહેલાં અભયારણ્ય કે રીઝર્વ ફોરેસ્ટમાં પ્રવેશ માટેના સમય કે નિયમો નહોતા. એટલે લોકો ગમે ત્યારે તેની અનુકૂળતા મુજબ ચાર થી પાંચ દિવસનું રાશન લઇને પોતપોતાનાં ગૃપ સાથે પરિક્રમાએ જતા. રાતવાસો પણ જંગલમાંજ કરતા અને રાત્રે ભજન-ધૂન બોલતા જાય. આજે છે એટલી સુવીધા પણ એ વખતે નહોતી.

જોકે, હવે અભયારણ્યમાં પ્રવેશ માટેના નિયમો ઘડાયા છે. જંગલમાં પ્લાસ્ટિક કે પર્યાવરણ માટે નુકસાનકારક હોય એવી બધીજ વસ્તુ લઇ જવા પર પ્રતીબંધ છે. વનવિભાગે પણ પરિક્રમાના દિવસો છેલ્લા કેટલાક વર્ષોમાંજ કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી સિમીત કરી દીધા છે. જોકે, ઘણા દાયકાઓથી આજ દિવસો દરમ્યાન પરિક્રમાર્થીઓ જૂનાગઢ આવતા હતા. જોકે, દિવાળી જાય એ પછી જૂનાગઢના ઘણા લોકો પોતપોતાની રીતે એકલદોકલ પરિક્રમા કરતા. દૂધધારા પરિક્રમા પણ એજ રીતે થતી.

આજે પણ ભવનાથમાં રહેતા કેટલાક વડિલો તેને યાદ કરે છે. એ રીતે અનેક ભજન મંડળીઓ, ધૂન મંડળો, ધાર્મિક સંસ્થાઓ દ્વારા વર્ષમાં ગમે ત્યારે પરિક્રમાના આયોજનો થયા જ કરતા. પણ કારતક સુદ 11 થી પૂનમ દરમ્યાનજ પરિક્રમાની શરૂઆત જૂનાગઢ તાલુકાના બગડુના અજા ભગતે એક સદી પહેલાં કરી હતી.

એ ઘટના પણ રસપ્રદ છે.
અજા ભગત વર્ષ 1882 માં ભાદરવી અમાસે દામોદર કુંડમાં સ્નાન કરવા આવ્યા. તેઓ ત્યાં બાજુમાંજ આવેલી ફરાળી બાવાની જગ્યામાં ગયા. જ્યાં ગિરનારનો મહિમા વર્ણવતું પુસ્તક વંચાતું હતું. જેનાથી તેઓ પ્રભાવિત થયા. અજા ભગતે ફરાળી બાવા પાસે પુસ્તક વાંચવા માટે માંગ્યું. બાવાજીએ તેમને મૂળ પુસ્તકને બદલે તેની હસ્તપ્રત આપી.

એ હસ્તપ્રતમાંથી અજા ભગતે શોધી કાઢ્યું કે, કારતક સુદ 11 એટલેકે, દેવ ઉઠી એકાદશીના દિવસે પોઢેલા તમામ દેવો જાગે છે. એ દિવસથી પૂનમ સુધી ભીષ્મ પંચક કહેવાય છે. એ દિવસોમાં જો ગિરનારની પરિક્રમા કરી હોય તો કોટિ કોટિ એટલેકે કરોડ ગણું પુણ્ય મળે. એ વિચારની અમલવારી તેમણે એજ વર્ષથી કરી. એજ વર્ષે તેમણે સંઘ કાઢ્યો. જે આજ સુધી ચાલુ છે. બગડુ ગામના સરપંચ યોગેશભાઇ કહે છે, અજા બાપાની પહેલને ત્યારથી આખા ગામે ઉપાડી લીધી.

ગામમાં અજા બાપાના ડોબરિયા પરિવારની સંખ્યા મોટી છે. અને લગભગ ત્યારથી દરેક ઘરમાંથી લોકો પરિક્રમામાં તો જાયજ છે. આમ 138 વર્ષથી કમસેકમ દેવઉઠી એકાદશીથી કાર્તિકી પૂર્ણિમા સુધી નિયમીતપણે ગિરનારની પરિક્રમા થતી આવી છે.

ગિરનારની પરિક્રમા તો યુગોથી થાય છે
ગિરનારની પરિક્રમા યુગોથી થતી આવી છે. બલરામજીના લગ્ન જૂનાગઢની રાજકુંવરી રેવતી સાથે થયા હતા. અને તેમણે પણ ગિરનારની પરિક્રમા કરી હોવાની કથા છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ આ પરિક્રમા કરી છે. ભારતિય સંસ્કૃતિમાં દરેક યુગના મહાપુરૂષોએ ગિરનારની પરિક્રમા કરી હોવાના ઉલ્લેખ જુદા જુદા સમયે થતા રહ્યા છે.

બગડુમાં સંસ્કૃત હસ્તપ્રતો આજેય સચવાયેલી
બગડુ ગામે આજે પણ અજા ભગતે 138 વર્ષ પહેલાં લખેલી સંસ્કૃત હસ્તપ્રતો સચવાયેલી છે. આજે પણ અહીં અજા ભગતની સમાધિ છે.

અન્ય સમાચારો પણ છે...