સહકાર બદલ આભારની લાગણી:શાંતિપુર્ણ પરિક્રમા સંપન્ન, સંતોને તંત્રનો સહકાર મળ્યો

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ મંજૂરી આપી ભાવિકોની લાગણી પણ જાળવી

તંત્રના સહકારના કારણે જૂનાગઢની લીલી પરિક્રમા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઇ હોવાનું સાધુ સંતોએ જણાવ્યું છે. આ અંગે ગિરનાર મંડળના પ્રમુખ અને રૂદ્રેશ્વર જાગીરના મહંત ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, આખરે તંત્રએ પરિક્રમાની મંજૂરી આપી ભાવિકોની લાગણીને જાળવી રાખી હતી.

છેલ્લી ઘડીએ નિર્ણય થવા છત્તાં પણ તંત્રએ પોતાની ફરજ બજાવી ભાવિકોને કોઇ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. આમ, તંત્રના સાથ સહકારના કારણે ગિરનાર ફરતેની 36 કિમીની લીલી પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે.

દરમિયાન સાધુ-સંતોએ પણ નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરી હતી. સાથોસાથ અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ ભાવિકો માટે ભોજન, પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં સહકાર આપ્યો હતો. આમ, સહુના સહકારથી ભાવિકો પરિક્રમા કરી પુણ્યનું ભાથું બાંધી શક્યા હતા.

આ તકે ઇન્દ્રભારતી બાપુએ રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી,કચ્છના ધારાસભ્ય વિનોદભાઇ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, જિલ્લા કલેકટર રચિત રાજ, કમિશ્નર રાજેશ તન્ના, રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તેમજ વન વિભાગ, મનપાના અધિકારી, પદાધિકારીઓના સહકાર બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...