તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • After 61 Days, The Gates Of Somnath Temple Opened And Shiva Devotees Flocked From Far And Wide. Devotees Prayed For Mahadev's Release From The Koro Epidemic.

ભાવિકો ભાવવિભોર:61 દિવસ બાદ સોમનાથ મંદિરના દ્વાર ખુલતા દુર-દુરથી શિવભક્તો ઉમટ્યા, કોરોના મહામારીમાંથી મહાદેવ મુક્ત કરાવે તેવી ભાવિકોએ પ્રાર્થના કરી

વેરાવળ7 દિવસ પહેલા
મંદિરના દ્રાર ભાવિકો માટે ખુલ્‍યા બાદ સોમનાથ મહાદેવના પ્રથમ દર્શન
  • સોમનાથ મંદિરમાં નવી ગાઇડલાઇન મુજબ ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો

આજે જગવિખ્‍યાત સોમનાથ મંદીરના દ્વાર ભાવિકો માટે ખુલતા વહેલી સવારથી જ મહાદેવના દર્શન કરવા ભાવીકો ઉમટી પડ્યા હતા. કોરોના મહામારીને લઇ સોમનાથ મહાદેવ મંદિર રાજય સરકારની જાહેર નવી ગાઇડ લાઇન મુજબ ભાવીકોને પ્રવેશ સાથે દર્શનનો લ્‍હાવો મળતા શિવભકતોમાં ખુશીની લહેર જોવા મળતી હતી. મહાદેવ વિશ્વરને કોરોના મહામારીમાંથી ઝડપી ઉગારી લે તેવી પ્રાર્થના ભાવિકો કરી રહ્યાં છે.

મંદિર 7:30 થી 11:30 અને 12:30 થી 6:30 સુધી માત્ર દર્શન માટે જ ખુલ્‍લુ

કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને સોમનાથ મહાદેવ મંદિર તા.11 એપ્રિલથી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યુ હતું. આજે તા.11 જૂનથી સોમનાથ મંદિરના દ્વાર સરકારની નવી ગાઇડલાઇન મુજબ ભાવિકો માટે ખોલાવામાં આવતા ભાવીકોમાં ખુશીની લાગણી છવાયેલી નજરે પડતી હતી. આજથી ભાવિકો માટે સોમનાથ મંદિર 7:30 થી 11:30 અને 12:30 થી 6:30 સુધી માત્ર દર્શન માટે જ ખુલ્‍લુ રહેશે. મંદિરમાં થતી ત્રણ ટાઇમ આરતીમાં કોઈ ભાવિકને પ્રવેશ આપવામાં મળશે નહીં.

સોશીયલ ડીસ્‍ટન્‍સ સામે દર્શન માટે લાઇનમાં ઉભેલા ભાવિકો
સોશીયલ ડીસ્‍ટન્‍સ સામે દર્શન માટે લાઇનમાં ઉભેલા ભાવિકો

દર્શનાર્થીઓને માસ્ક પહેર્યું હોય તો જ પ્રવેશ આપવામાં આવેલો

આજે પ્રથમ દિવસે સરકારની ગાઈડલાઈન મુજબ ઓનલાઇન અથવા ઓફલાઇન પાસ લીઘા બાદ દર્શનાર્થીઓને માસ્ક પહેર્યું હોય તો જ પ્રવેશ આપવામાં આવેલો હતો. આ સાથે મંદિરમાં પ્રવેશદ્વાર પર મુકવામાં આવેલા મશીનમાં તમામ ભાવિકોનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ હાથ સેનેટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહેલુ છે. સાથે પરીસરમાં ભાવિકોને સામાજીક અંતર જાળવવાની સુચના આપી સ્‍ટાફ દ્વારા પાલન કરાવવામાં આવી રહેલુ હતુ. આજે 61 દિવસ બાદ સવારે 7:30 વાગ્‍યે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્‍યા તે સમયે અનેક શિવભક્તો રાહ જોઇને બહાર ઉભા હતા. જે તમામએ ગાઇડલાઇનના પાલન સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવી ભાવવિભોર થયા છે.

મંદિર ખોલવામાં અાવેલ ત્‍યારની તસ્‍વીર
મંદિર ખોલવામાં અાવેલ ત્‍યારની તસ્‍વીર

હું દર મહિને સોમનાથ દર્શન કરવા આવું છું

આજે પ્રથમ દિવસ ડીસાથી આવેલા શિવભકત ભોળાશંકર જોષીએ લાગણી વ્‍યકત કરતા જણાવેલુ કે, હું દર મહિને સોમનાથ દર્શન કરવા આવું છું. પરંતુ કોરોના મહામારીના લીઘે મંદિર બંઘ હોવાથી મનમાં ઉચ્‍ચાટ હતો. બે દિવસ પહેલા મંદિરના દ્વાર ખોલવાની જાહેરાત થઇ ત્‍યારે જ દર્શન કરવાનું નક્કી કરી આજે સવારે સોમનાથ આવી મહાદેવના દર્શન કરી અનેરી અનુભુતિનો અહેસાસ કરી રહ્યો છું.

અન્ય સમાચારો પણ છે...