વેેકેશન પૂર્ણ:21 દિવસ બાદ ફરી શાળાઓ ધમધમી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા સત્રનો પ્રથમ દિવસ હોવા છતાં 70 ટકાથી વધુ હાજરી નોંધાઇ
  • પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં દિવાળી વેેકેશન પૂર્ણ

દિવાળી વેકેશન પૂર્ણ થતા જૂનાગઢની શાળાઓમાં ફરી શિક્ષણ કાર્ય શરૂ થયું છે. દરમિયાન પ્રથમ દિવસે 70 ટકા જેવી હાજરી જોવા મળી હતી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્રમાં 104 દિવસ સુધી શિક્ષણ કાર્ય ચાલ્યું હતું. બાદમાં 21 દિવસનું દિવાળી વેકેશન પડ્યું હતું. દરમિયાન દિવાળી વેકેશન પૂર્ણ થતા 10 નવેમ્બર- ગુરૂવારના શાળાઓમાં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે.

21 દિવસ સુધી શાંત રહેલી શાળાઓ બાળકોની ચહલ પહલથી ધમધમી ઉઠી હતી. પ્રથમ દિવસ હોવા છત્તાં શાળાઓમાં 70 ટકા જેવી હાજરી જોવા મળી હતી. 21 દિવસ બાદ શાળાએ આવેલા વિદ્યાર્થીઓમાં ભારે ખુશી હતી. તેઓએ શૈક્ષણિક કાર્યનો આનંદ લેવા સાથે વેકેશનમાં ક્યાં ફરવા ગયા હતા, કેવીમજા માણી હતી તેની વાતોનું આદાન-પ્રદાન પણ કર્યું હતું. દરમિયાન 14 માર્ચથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...