છાત્રોને થતી હાલાકી:25 વર્ષની વયમર્યાદા કરતા છાત્રાલયમાં પ્રવેશ મુશ્કેલ બન્યો

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉંમરની મર્યાદાને રદ કરવા સીએમને રજૂઆત

છાત્રાલય પ્રવેશમાં 25 વર્ષની વય મર્યાદા નક્કી કરાતા અનુસુચિત જાતિના અનેક છાત્રો પ્રવેશથી વંચિત રહી જશે તેવી દહેશત છે. ત્યારે છાત્રાલય પ્રવેશની વયમર્યાદા દૂર કરવા માંગ કરાઇ છે. આ અંગે ગીરીશભાઇ વારગીયાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારના તાબા હેઠળની સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલીત અનુસુચિત જાતિની છાત્રાલયોમાં વિદ્યાર્થીઓના પ્રવેશની વયમર્યાદા 25 વર્ષ કરી નાંખી છે.

પરિણામે બીએડ, એલએલબી, પીએચડી, અનુસ્નાતક તેમજ અન્ય ઉચ્ચ અભ્યાસ કરતા છાત્રો છાત્રાલયમાં પ્રવેશથી વંચિત રહી જશે. અનુસુચિત જાતિના મોટાભાગના વિદ્યાર્થીઓ ગામડામાં રહે છે અને તેના માતા પિતા ખેતમજૂરી કરી બાળકોને અભ્યાસ કરાવે છે. ત્યારે આ નિયમથી અનેક હોશિયાર વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતી નિર્માણ પામશે. ત્યારે છાત્રાલયોમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા 30 જૂલાઇ સુધીની છે તે પહેલા 25 વર્ષની વય મર્યાદા દૂર કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...