તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કૃષિ યુનિવર્સિટીમાં મોર્નીંગ વોક માટે પ્રવેશ બંધી ફરમાવાઇ

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દરરોજ 1,000થી વધુ લોકો આવતા કોરોના સંક્રમણનો ભય હતો

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં મોર્નિંગ વોક માટે પ્રવેશબંધી ફરમાવાઇ છે. યુનિવર્સિટીના છાત્રોના સ્વાસ્થ્યને લઇ આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી.પી. ચોવટીયાએ જણાવ્યું હતું કે, હાલ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. આણંદ, દાંતીવાડા, નવસારી જેવી યુનિવર્સિટીમાં 25 જેટલા છાત્રોને કોરોના પોઝિટીવ આવ્યો હતો. જ્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પણ 4થી 5 છાત્રોને કોરોના પોઝિટીવ આવ્યો હતો.

ત્યારે કોરોનાનું વધુ સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ યુનિવર્સિટીમાં 2000થી વધુ છાત્રો અભ્યાસ કરે છે. જ્યારે દરરોજ 1000 થી વધુ લોકો કસરત, મોર્નિંગ અને ઇવનીંગ વોક માટે આવે છે. ત્યારે કોઇ થૂંકે, દાતણ કરે, માસ્ક ન પહેરે, જાહેરમાં છીંક ખાય તો તેના કારણે કોરોના સંક્રમણ વધી જવાની ભિતી હતી. ત્યારે આ મામલે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીને જાણ કરી બાદમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

દરમિયાન જ્યાં સુધી કોરોનાની સ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી કૃષિ યુનિવર્સિટીમાં મોર્નિંગ કે ઇવનીંગ વોક, કસરત, યોગા સહિતના કોઇ કાર્યક્રમ કે જેમાં મોટી ભીડ થતા કોરોના સંક્રમણનો ભય હોય તેના આયોજન અને લોકોની પ્રવેશબંધી ફરમાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો