તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:મોતીબાગમાં મોર્નિંગ વોક અને યોગા માટે પ્રવેશ આપો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોના નબળો પડતા છૂટછાટો મળી છે ત્યારે એક્ટિવ ગૃપે કૃષિ યુનિવર્સિટીને કરી રજૂઆત

જૂનાગઢના મોતીબાગમાં લોકોને મોર્નિંગ વોક માટે તેમજ યોગા માટે પ્રવેશની મંજૂરી આપવા રજૂઆત કરાઇ છે. આ અંગે એક્ટિવ ગૃપના ઝુલુભાઇ જારીયાએ કૃષિ યુનિર્વસિટીને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે, કોરોનાના કપરા કાળમાં સરકારના આદેશ મુજબ મોતીબાગમાં મોર્નિંગ વોક, યોગા માટે પ્રવેશની મનાઇ ફરમાવી હતી જે યોગ્ય હતું. જોકે, હવે કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે અને સ્થિતી ધીરેધીરે કાબુમાં આવી રહી છે.

સરકારે પણ અનેક છૂટછાટો આપી છે તેમજ અન્ય બાગ બગીચાને પણ નિયમોના આધિન ખોલવાની મંજૂરી આપી છે. ત્યારે જૂનાગઢનો એકમાત્ર મોર્નિંગ વોક અને યોગા માટેનો હ્રદય સમાન એરિયા મોતીબાગ કે જ્યાં ઘટાદાર વૃક્ષો લોકોની આરોગ્યની સુખાકારીમાં વૃદ્ધિ કરે છે ત્યાં મોર્નિંગ વોક, યોગા માટે લોકોને પ્રવેશની મંજૂરી આપવી જોઇએ.

ખાસ કરીને સવારે 5:30થી લઇને 8:30 અને રાત્રીના 2 કલાક માટે આમ જનતાને પ્રવેશ આપવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...