તડામાર તૈયારી કરતું તંત્ર:800થી પણ વધુ મતદારો હશે ત્યાં વધારાના પોલીંગ ઓફિસર મૂકાશે

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 વિધાનસભાની ચૂંટણીને લઇ તડામાર તૈયારી કરતું તંત્ર: 2 રેન્ડમાઇઝેશન પૂર્ણ થતાં હવે ત્રીજું રેન્ડમાઇઝેશન કરાશે
  • નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે માનવીય હસ્તક્ષેપ વિના સોફ્ટવેરના​​​​​​​ આધારે અધિકારી-કર્મીઓની ફાળવણી

જૂનાગઢ જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજ, જનરલ ઓબ્ઝર્વર સી. સુદર્શન રેડ્ડી અને બુદ્ધેશકુમાર વૈદ્યની ઉપસ્થિતિમાં બીજા રેન્ડમાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. જેના અંતે મતદાન મથક પર ફરજ પરની ટીમ બની ગઇ છે એટલે ટીમ ફોર્મેશન થઈ ગયું છે.

સાથે જ પ્રિસાઈડિંગ અને પોલીંગ ઓફિસરને કઈ વિધાનસભા મત વિસ્તારમાં ફરજ બજાવવાની છે તે નક્કી કરી દેવામાં આવ્યું છે. હવે પછી ત્રીજા રેન્ડેમાઇઝેશનમાં અધિકારી-કર્મચારીના ફરજ પરનું મતદાન મથક નક્કી થશે. જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે કુલ 1,347 મથદાન મથક ઉભા કરવામાં આવશે.

મતદાન મથક પર મતદારોની સંખ્યાની આધારે સ્ટાફની ફાળવણી કરવામાં આવે છે. જે મતદાન મથક ઉપર 800થી વધુ મતદાર હશે ત્યાં વધારાના 1 પોલિંગ ઓફિસર ફાળવવામાં આવે છે. સાથે જ દરેક મતદાન મથક પર રેન્ડેમાઇઝેશનના આધારે ઓછામાં ઓછા 1 મહિલા પોલિંગ ઓફિસરની નિમણૂંક થઇ છે.

જિલ્લાની પાંચેય વિધાનસભા બેકઠમાં બીજી રેન્ડેમાઇઝેશનના અંતે 110 ટકા સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે. એટલે કે, દરેક વિધાનસભા બેઠક વાર 10 ટકા સ્ટાફ રીઝર્વ રહેશે. જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે 1,438 પ્રિસાઇડીંગ ઓફિસર, 1,438 પોલિંગ ઓફિસર-1, અને 396 પોલિંગ ઓફિસર ફરજ પર રહેશે. જિલ્લાના 5 વિધાનસભામતક્ષેત્રોમાં કુલ 1,347 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં 41 જેટલા ખાસ મતદાન મથકો બનાવવામાં આવશે. જેમાં 35 સખી, 5 પીડબલ્યુડી અને 1 યુવા મતદાન મથકોનો સમાવેશ થાય છે.

આ ખાસ મતદાન મથકની વ્યવસ્થાઓ ચૂંટણી અધિકારીની કક્ષાએથી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રકિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે માનવીય હસ્તેક્ષેપ વિના કોમ્પયુટર-સોફ્ટવેરના આધારે અધિકારી-કર્મચારીઓને ફરજની ફાળવણી થાય છે. આ રેન્ડેમાઈઝેશન પ્રકિયા વેળા નિવાસી અધિક કલેક્ટર એલ.બી. બાંભણિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ ચૌહાણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...