તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Activists Of Hindu Organization Go On Fast In Gujrat Demanding Action Against Elements Involved In Smuggling And Killing Of Cows In Veraval

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપવાસ:વેરાવળમાં ગૌવંશની તસ્કરી અને હત્યા કરતા તત્વો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહીની માગ, હિન્દુ સંગઠનના કાર્યકરો ઉપવાસ પર ઉતર્યા

વેરાવળ9 દિવસ પહેલા
 • પોલીસે ઉપવાસ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી

વેરાવળ અને સમગ્ર જીલ્‍લામાં ચોકકસ લોકો દ્રારા ગૌહત્‍યા અને ગૌ તસ્‍કરી કરાઇ રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ગુનેગારો સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે આજે વેરાવળમાં હિન્દુ યુવા સંગઠન પ્રમુખ આમરણાંત ઉપવાસ ઉતરતા જ તંત્ર દોડતુ થયેલ અને થોડીવારમાં જ પોલીસે ઉપવાસ આંદોલનને અટકાવી ઉપવાસી જતીનબાપુ સહિત હિન્‍દુ સંગઠનના કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્‍ટેશને લઇ ગઇ હતી.

વેરાવળમાં આજે સવારે નવ વાગ્યાથી રીંગરોડ પર આવેલ દુઃખ ભંજન હનુમાન મંદિર ખાતે હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ જતીનબાપુ ગૌવંશની હત્યા અને તસ્કરી કરતા આરોપીઓ સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા.

ઉપવાસ પર બેઠેલા હિન્‍દુ સંગઠનના કાર્યકરો
ઉપવાસ પર બેઠેલા હિન્‍દુ સંગઠનના કાર્યકરો

આ તકે તેમના સમર્થનમાં સંગઠનના અનેક કાર્યકરો પર ઉપવાસમાં જોડાયા હતા. આ અંગે સંગઠનના કાર્યકર શૈલેષ મેસવાણીયાએ જણાવેલ કે, વેરાવળ અને જિલ્લામાં ગૌવંશની હત્યા અને તસ્કરીના અસંખ્ય ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. જે પૈકી અમુક ગુનાના આરોપીઓ પાસા તળે જેલમાં પણ ધકેલાય છે પરંતુ તેઓ પાસામાંથી પણ તાત્કાલીક છુટી જાય છે અને ફરી આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ આચરી રહયા છે. ત્‍યારે ગૌવંશની હત્યા અને તસ્કરી પણ એક સંગઠિત ગુનાખોરી છે અને આરોપોઓ એકબીજા સંગઠીત થઈ ગુનો આચરે છે. ત્યારે સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંકુશમાં લેવા અમલમાં લવાયેલા નવા ગુજસીટોક કાયદા હેઠળ આવા આરોપીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી અમારી સંગઠનની માંગણી છે. આ મુદ્દે સરકારમાં અનેકવાર લેખિત-મૌખિક રજુઆતો કરી હોવા છતાં નક્કર કાર્યવાહી ન થઇ હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પોલીસવાનમાં અટકાયત કરી લઇ જવાઇ રહેલ
પોલીસવાનમાં અટકાયત કરી લઇ જવાઇ રહેલ

હિંદુ યુવા સંગઠનના હોદેદારો અને કાર્યકરો આમરણાંત ઉપવાસ પર ઉતરેલ હોવાની જાણ થતાં વેરાવળ પોલીસનો કાફલો પણ દુઃખ ભંજન હનુમાનજી મંદિર ખાતે દોડી જઇ પોલીસ સ્‍ટાફએ ઉપવાસ આંદોલનને અટકાવી ઉપવાસી જતીનબાપુ સહિતના કાર્યકરોની અટકાયત કરી તમામને પોલીસ વાનમાં બેસાડી પોલીસ ચોકી લઈ રવાના થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો