દિવ્યકાંત ભુવા
છેલ્લા બે-ત્રણ દિવસથી દિવ્ય ભાસ્કર દ્વારા મની લેન્ડર્સ એક્ટની જોગવાઈઓની અને મની લેન્ડર્સ ઇન્સ્પેક્ટર દ્વારા કંપનીઓ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન થયેલ હોવાની મુહિમ ચલાવવામાં આવી હતી. જેમાં ફાયનાન્સ કંપનીઓ દ્વારા લોન લેનારા લોકો પાસેથી વસુલવામાં આવતા આડેધડ વ્યાજ અને વસુલાત માટે થતા દબાણને ખુલ્લું પાડવામાં આવ્યું હતું.
સત્યની પડખે રહેવા માટે દિવ્ય ભાસ્કરે આપનાવેલી આ ઝુંબેશને માત્ર 3 દિવસમાં સફળતા મળી છે. રાજ્ય સરકારે આવી ફાયનાન્સ કંપનીઓ અને વ્યાજખોર તત્વો સામે મનીલોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અને તેનું મોનીટરીંગ એસપી અથવા ડીસીપી કક્ષાના પોલીસ અધિકારીઓને સોંપ્યું છે. જૂનાગઢ સહિત રાજ્યભરમાં વ્યાજખોરોનો ત્રાસ ખુબ વધી રહ્યો છે. વ્યાજના વિષચક્રમાં અનેક પરિવારો હોમાઈ રહ્યા છે. વ્યાજખોરો સામાન્ય લોકોની મજબૂરીનો લાભ લઈને તેમને ઉંચા વ્યાજે પૈસાનું ધિરાણ કરે છે.
મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી
આ લોકો પૈસા ન ભરી શકે તો વ્યાજ અને તેમની પર વ્યાજ્નું વ્યાજ લઇ તેમની મિલકત અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ પોતાના નામે લખાવી લેતા હોય છે. ત્યારે આવા વ્યાજખોરોના ત્રાસના કારણે અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવી લેતા હોવાની ફરિયાદો થતીજ રહે છે. ત્યારે હવે સમગ્ર રાજ્યમાં વ્યાજખોરીના દૂષણને ડામવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. રજિસ્ટ્રેશન વિના નાણા ધીરનારા વ્યાજખોરો સામે મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મની લોન્ડ્રિંગની અરજીઓ પર એસપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરશે.
વ્યાજખોરીના વધતા જતા દૂષણને ડામવા કડક કાર્યવાહી
રજીસ્ટ્રેશન વગર નાણા ધીરવા અને વધુ વ્યાજે નાણા ધીરનાર સામે પણ કાર્યવાહી થશે. એકપણ વ્યક્તિ વ્યાજખોરોનાં ત્રાસથી ગુમાવવાની વાત તો દૂર, તેઓ જરાય પણ હેરાન ન થાય તે માટે હજુ વધુ કડક પગલાં લેવામાં આવશે. વ્યાજખોરીના વધતા જતા દૂષણને ડામવા કડક કાર્યવાહી કરવાની સુચના પોલીસને આપવામાં આવી છે એમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
કાયદાનો જુલ્મી વ્યાજખોરો દૂર ઉપયોગ કરે છે: કોંગ્રેસ
જૂનાગઢ જિલ્લા પબ્લિક ફરિયાદ નિવારણ સેલના અધ્યક્ષ વી. ટી. સીડાએ વધપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી નેગોશીયેબલ એક્ટ 138ની કલમનો વ્યાજખોરો અને ફાયનાન્સ કંપનીઓ ગેરઉપયોગ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે કહ્યું છેકે, આ લોકો લોનધારક પાસેથી કોરા ચેક લખાવીને તેને જ્યારે જરૂર પડે ત્યારે ચેક રિટર્નના ગુન્હાઓ દાખલ થાય તેવા કાર્ય કરે છે. જેના કારણે લોકોની પરેશાની વધી છે અને કોર્ટમાં કેસનું ભારણ પણ વધે છે. એવા સંજોગોમાં આ કાયદો જ રદ કરવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.