કાર્યવાહી:કેશોદ પંથકના 2 વ્યાજખોરો સામે પાસાનો કાયદો લાગુ

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એકને અમદાવાદ, બીજાને સુરત જેલ હવાલે કર્યો

કેશોદ પંથકના 2 વ્યાજખોરોને ઝડપી લઇ જૂનાગઢ એલસીબીએ પાસા હેઠળ સુરત અને અમદાવાદ જેલ હવાલે કરેલ છે. આ અંગે મળતી વિગત મુજબ વ્યાજખોરો સામે કડક પગલાં લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા સૂચના જારી કરવામાં આવી હતી. બાદમાં જૂનાગઢ એલસીબીએ પગલાં લેવાનું શરૂ કર્યું હતું. દરમિયાન કેશોદના અશોક સરમણ જાડેજા અને ભાટસિમરોલી ગામના કિરીટ વિરમભાઇ રામ ગેરકાયદેસર નાણાં ધિરધારનો ધંધો કરતા હોવાની ફરિયાદ મળી હતી.

બાદમાં બન્નેની સામે એલસીબીએ પાસાની દરખાસ્ત તૈયાર કરી એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા જિલ્લા કલેકટરને મોકલવામાં આવેલ હતી. બાદમાં જિલ્લા કલેકટરે પાસાની દરખાસ્ત મંજૂર કરી બન્ને વિરૂદ્ધ પાસા વોરન્ટ ઇશ્યુ કર્યું હતું. દરમિયાન એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ.ભાટી અને ટીમે બાતમીના આધારે અશોક સરમણ જાડેજાને કેશોદથી ઝડપી લઇ સુરત, લાજપોર સેન્ટ્રલ જેલ હવાલે કર્યો છે. જ્યારે એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ. ભાટી અને પીએસઆઇ ડી. જી. બડવાને બાતમી મળી હતી કે, કિરીટ વિરમભાઇ રામ પોતાની વિસાવદરના નાના કોટડા ગામે આવેલ વાડીએ છે. બાદમાં એલસીબી ટીમે જઇ કિરીટ રામને ઝડપી લઇ અમદાવાદ સેન્ટ્રલ જેલ હવાલે કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...