તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુ-શિષ્યાના સંબંધ પર લાંછન:ધોરણ 10ની વિદ્યાર્થિનીને પાસ કરાવી આપવાની લાલચ આપી શિક્ષકે આચર્યું દુષ્કર્મ, આરોપી શિક્ષક ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો પ્રમુખ

ઉના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેલવાડાના ગેસ્ટહાઉસમાં વિદ્યાર્થિનીને બોલાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

ગીર સોમનાથના ઉનામાં વાસનાંધ સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીને ઘોરણ 10ની પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી દેલવાડાના ગેસ્‍ટ હાઉસમાં બોલાવી બળજબરીથી દુષ્‍કર્મ આચર્યાની સનસનીખેજ વિગતો સામે છે. આ મામલે પીડીતાએ ફરીયાદ નોંઘાવતા પોલીસે ગુનો નોંઘી આરોપી શિક્ષકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ આ ઘટનાના આરોપી શિક્ષક ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો પ્રમુખ હોવાનું સામે આવતા શિક્ષણવિભાગ સહિત સર્વસમાજમાં આરોપી શિક્ષક પર ફિટકારની લાગણી વરસી રહી છે.

'ક્લાસીસ કરવાની જરુર નથી, હું તને પાસ કરાવી આપીશ'
શિક્ષણ જગતને લાંછન લગાડતી ધૃણાસ્પદ ઘટના અંગે પોલીસમાં ભોગ બનનાર વિદ્યાર્થિનીએ ફરીયાદ નોંઘાવી છે તે મુજબ તેણી ઘો.10 ની પરીક્ષા આપવાની હોવાથી તેની તૈયારી કરવા માટે કલાસીસ કરવા માટે ઉનામાં જ કલાસ ચલાવતા બાબુભાઇ પરમાર નામના શિક્ષકનો ચારેક માસ પહેલા કોન્‍ટેક કરી તેના કલાસીસે મળવા ગઈ હતી. ત્‍યારે તેઓએ કહેલું કે, તારે કલાસીસ કરવાની જરૂર નથી મારો કોન્‍ટેક છે હું તને પાસ કરાવી દઇશ.

ત્‍યારબાદ શિક્ષકે વિદ્યાર્થિનીના મોબાઇલમાં મેસેજ કરતા બંન્‍ને એકબીજાના પરીચયમાં આવતા ફોનમાં વાતચીત કરતા હતા. દરમિયાન બે માસ પૂર્વે વિદ્યાર્થિનીને ફોન કરી આઇ.એમ.પી.ના પ્રશ્નો ટીક કરાવી દવ તેમ કહી ખાણ ગામે સ્‍કુલે બોલાવેલ પરંતુ સ્‍કુલે કોઇ નહીં હોવાથી પીડિતા શિક્ષકને મળીને પરત ઘરે આવી ગયેલ હતી. ત્‍યારબાદ બે દિવસ પૂર્વે તા.24 ના રોજ બપોરે પીડિતા બેકરીએ જઇ રહેલ ત્‍યારે રસ્‍તામાં શિક્ષક બાબુભાઇ મળતા તેઓએ કહેલ કે, કાલે બહારથી સાહેબ આવવાના છે તને ફોન કરૂ એટલે આવી જજે તેમ કહયુ હતુ.

'દેલવાડાના ગેસ્ટહાઉસ્માં બોલાવી દુષ્કર્મ આચર્યું'
ત્‍યારબાદ ગઇકાલે શિક્ષક બાબુભાઇનો ફોન આવતા બપોરે 12 વાગ્‍યે દેલવાડાના શિવમ ગેસ્‍ટ હાઉસ પહોંચેલ જયાં રૂમ નં.103 માં બોલાવી તું કંઇ બોલતી નહી હું કવ તેમ તારે કરવાનું છે તેમ કહી બાબુભાઇએ જબરજસ્‍તીથી ઘમકાવી બળજબરીપુર્વક દુષ્‍કર્મ આચરી આ વાત કોઇને કરતી નહી મારા મોટા કોન્‍ટેક છે તું કોઇને વાત કરીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ઘમકી આપી હતી. ઉપરોકત વિગતો સાથે પીડિતાએ ફરીયાદ નોંઘાવતા પોલીસે શિક્ષક બાબુભાઇ પરમાર સામે ગુનો નોંઘી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપી ગીર સોમનાથ પ્રાથમિક શિક્ષક સંઘનો પ્રમુખ
આ ઘટના સામે આવતા આરોપી શિક્ષક બાબુભાઇ પરમાર ગીર સોમનાથ જીલ્‍લા પ્રાથમીક શિક્ષક સંઘનો પ્રમુખ હોવાનો ઘટસ્‍ફોટ થયો છે. આ ઘટનાને લઇ શિક્ષણ વિભાગમાં ચકચાર મચી ગયેલ છે. વાસનાઅંઘ શિક્ષકના પરક્રામથી લોકો ફીટકારની લાગણી વરસાવી રહયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો