તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:10 હજારની ચોરીના આરોપીએ રૂા.14 લાખની 5 ઘરફોડી કબૂલી

જૂનાગઢ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માંગનાથ રોડમાં સાયકલ પર આવી ઘૂરમાં ઘૂસ્યો હતો

જૂનાગઢના માંગનાથ રોડ પર હનુમાનજીના મંદિર પાસે એક ઘરફોડી થઇ હતી. પોલીસે ‌10,000 ની ઘરફોડીમાં સીસી ટિવીના આધારે ખામધ્રોળ રોડ પર રહેતા શખ્સને ઝડપી લીધો હતો. પકડાયેલા શખ્સે 5 સ્થળોએ ઘરફોડી કરીને કુલ રૂ. 14 લાખની ઉઠાંતરી કર્યાની કબૂલાત આપી હતી.જૂનાગઢના માંગનાથ રોડ પર રહેતા દિવ્યાંશુભાઇ ચિતરંજનભાઇ વૈષ્ણવ બે દિવસ માટે બહારગામ ગયા હતા ત્યારે કોઇએ તેમના ઘરના તાળા તોડી રૂ. 10,000 ની રોકડની ચોરી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. જેના આધારે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સુચનાથી પોલીસે સીસી ટિવી ફૂટેજ ચેક કર્યા હતા.

તેના આધારે ખામધ્રોળ રોડ પર ભૂમિ એપા.માં રહેતા અશોક ઉકાભાઇ મેરવાડા (ઉ. 45) ને ઝડપી લીધો હતો. તે રાત્રે સાયકલ પર માંગનાથ રોડ પર જઇ લપાતો છૂપાતો દિવ્યાંશુભાઇના મકાનમાં ઘૂસ્યાનું સ્પષ્ટ થતાં તેની આકરી પુછપરછ કરતાં તે અગાઉ 5 સ્થળેથી કુલ રૂ. 14 લાખની ઘરફોડી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે તેની પાસેથી રૂ. 3,43,750 ની રોકડ અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ સાતેક લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલો શખ્સ કોઇને શંકા ન જાય એ માટે સાયકલ લઇને ચોરી કરવા નિકળતો હતો. અને દિવસના સમયે બંધ મકાનોને ટાર્ગેટ બનાવતો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ પર લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો