ક્રાઇમ:બે વર્ષ પહેલાંની હત્યાના આરોપીના જામીન ફગાવાયા

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બિલખામાં દુકાને જઇ પૈસા માંગ્યા હતા

જૂનાગઢ તાલુકાના બિલખામાં એક તમાકુની દુકાને જઇ એક શખ્સ પૈસાની માંગણી કરી હતી. અને દુકાનદારે ના પાડતાં તેણે માથામાં લોખંડનો પાઇપ મારી હત્યા કરી નાંખી હતી. બિલખા તાબેના નવા પીપળિયાના બહાદુરભાઇ સોમાતભાઇ લાલુ (ઉ. 57) નામના શખ્સે 2 વર્ષ પહેલાં 2018 માં એક તમાકુની દુકાને જઇ વેપારી પાસેથી પૈસા માગતાં વેપારીએ ના પાડી હતી. આથી બહાદુરભાઇએ તેના માથામાં લોખંડના પાઇપનો ઘા મારી હત્યા કરી નાંખી હતી. સાથે બીજા લોકો ના મોબાઇલ ફોન બળજબરીથી લઇ અને બીજી દુકાનોમાંથી બિયારણની થેલીઓ લઇ જઇ એક યુવાનને માર માર્યો હતો. આ બનાવમાં હાલ તે જ્યુડીશિયલ કસ્ટડીમાં જેલ હવાલે છે. તેેણે પોતાના વકીલ મારફત જૂનાગઢના સેશન્સ જજ રીઝવાના બુખારીની કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને કોર્ટે સરકારી વકીલ એન. કે. પુરોહીતની દલીલોને માન્ય રાખી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...