હત્યાનો ભેદ ઉકેલાયો:વેરાવળમાં ખારવા યુવાનની થયેલી હત્યા મામલાનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો, પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની આશંકા

વેરાવળ12 દિવસ પહેલા
  • ઝડપાયેલા આરોપીએ જૂના મનદુઃખના કારણે હત્યા નિપજાવ્યાની કબૂલાત આપી
  • હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામા આવી

વેરાવળમાં સોમવારે રાત્રિના યુવકની થયેલી હત્યા મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. યુવકની હત્યા માટે પ્રેમ પ્રકરણ કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

હત્યાના કારણને લઈ અસમંજસ સર્જાઈ
ગીર સોમનાથ પોલીસે સોમવારે રાત્રિના વેરાવળના ખારવાવાડમાં જતીન બાંડીયા નામના યુવકની થયેલી હત્યાનો ભેદ ખોલી નાખ્યો છે. જતીન બાંડીયાની હત્યા સંજય કોટીયા નામના શખ્સે કરી હોવાનો ખુલાસો થયો છે. મૃતક યુવાન જતીન બાંડિયા અવારનવાર સંજય કોટિયાની મજાક કરતો હોય તેના કારણે હત્યા નિપજાવ્યાની સંજયે કબૂલાત આપી છે. એએસપી ઓમપ્રકાશ જાટ દ્વારા જણાવવામા આવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની આશંકા છે. જો કે, ચોક્કસ કારણ હાલ કહેવું મુશ્કેલ છે. પોલીસ તપાસ કરી રહી છે.

આરોપીની પુછપરછ કરી રહેલ પીઆઇ ડી.ડી.પરમાર
આરોપીની પુછપરછ કરી રહેલ પીઆઇ ડી.ડી.પરમાર

વેરાવળના ખારવાવાડમાં બન્યો હતો હત્યાનો બનાવ
વેરાવળના ખારવાવાડ઼માં ચાઈનીઝની લારી ચલાવતા જતીન બાંડીયા મોટર સાયકલ પર કોઈ વસ્તુ લઈને જઈ રહ્યો હતો ત્યારે જ સંજય કોટિયા નામના શખ્સે બાઈક અથડાવી જતીનને પછાડી દીધો હતો. ત્યારબાદ છરી વડે પાંચથી છ ઘા મારી હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. મૃતકના ભાઈની ફરિયાદ બાદ પોલીસે રાત્રિના સમયે જ આરોપીને દબોચી લીધો હતો.

એએસપી ઓમપ્રકાશ જાટ
એએસપી ઓમપ્રકાશ જાટ

આ હત્‍યાનો ભેદ ઉકેલવા પીઆઇ ડી.ડી.પરમારના નેતૃત્‍વમાં પીએસઆઇ એચ.બી.મુસાર, બી.એન.મોઢવાડીયા, આર.એચ.સુવા, દેવદાન કુંભરવાડીયા, નટુભા બસીયા, પ્રદિપ ખેર, ગીરીશ વાઢેર, મયુર વાજા, અરજણ ભાદરકા, કમલેશ ચાવડા, અશોક મોરી, પ્રવિણ બામણીયા, રોહીત ઝાલા સહિતના તપાસમાં સામેલ હતા.

અન્ય સમાચારો પણ છે...