તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Accused In Check Return Case Sentenced To 2 Years Simple Imprisonment, Ordered To Pay Rs 1,61,000 As Compensation Against The Original Amount Of Rs 1 Lakh

હુકુમ:ચેક રિટર્ન કેસમાં આરોપીને 2 વર્ષની સાદી કેદની સજા, 1 લાખની મૂળ રકમ સામે વળતર પેટે 1,61,000 ચૂકવવા આદેશ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારાઇ છે. આ ઉપરાંત વળતર પેટે રકમ ચૂકવવા આદેશ કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરની બાલમુકુંદ સોસાયટીમાં રહેતા મનોજભાઇ શ્રીચંદભાઇ જેસ્વાણીએ શ્રી કેશવ કો. ઓ. ક્રેડીટ સોસાયટીની જૂનાગઢ શાખામાંથી ધંધા માટે 1,00,000ની લોન લીધી હતી. આ લોન સામે તેમણે વેરાવળ પીપલ્સ બેન્કનો ચેક આપ્યો હતો. આ ચેક રિટર્ન થતા કોર્ટમાં કેસ કરાયો હતો જેમાં વકીલ આર.બી. ભટ્ટ અને સોસાયટીના સિનીયર ઓફિસરની દલીલ માન્ય રાખી જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ આર. વી. લીંબાચીયાએ આરોપીને 2 વર્ષની સાદી કેદની સજા ફરમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...