હુમલાખોર ઝડપાયો:જૂનાગઢના શિવરાત્રિના મેળામાં ભાવિક ઉપર કુહાડીથી જીવલેણ હુમલો કરનારા આરોપીની ધરપકડ

જુનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી સાથે પોલીસ સ્ટાફ - Divya Bhaskar
આરોપી સાથે પોલીસ સ્ટાફ
  • પોલીસે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ ઉપર લઈ પૂછપરછ હાથ ધરી
  • આરોપી ધુણા પર બેઠેલા સાધુનો શિષ્ય હોવાનું અને વાંકાનેરનો રહેવાસી હોવાનું સામે આવ્યું

જૂનાગઢના ભવનાથ ખાતે યીજયેલા મહાશિવરાત્રિના મેળા દરમિયાન રાજકોટના ભાવિક ઉપર કહેવાતા શિષ્યએ કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હુમલાખોર શખ્સને ઝડપી લીધો છે. જે બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ ઉપર લઈ પૂછપરછ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ભવનાથ ખાતે યોજાયેલા શિવરાત્રિના મેળામાં એક સાધુના ધુણાના દર્શન કરી રહેલા રાજકોટના હાર્દિક પંડ્યા નામના યુવક ઉપર અચાનક કુહાડી વડે જીવલેણ હુમલાની ઘટના બની હતી. જેમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે પ્રથમ જૂનાગઢમાં અને બાદમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ ઘટના અંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા, વાસમ સેટ્ટી તથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં મળેલી માહિતીના આધારે જીવલેણ હુમલો કરનારો દિનેશ સારલા નામના શખ્સની અટક કરી હતી. આરોપી ધુણા પર બેઠેલા સાધુનો શિષ્ય હોવાનું અને વાંકાનેરનો રહેવાસી હોવાનું પ્રાથમીક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. આરોપીએ ક્યાં કારણોસર જીવલેણ હુમલો કર્યો તેનું કારણ જાણવા માટે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર સોપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...