કોર્ટનો નિર્ણય:30 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કાયદેસરના દેવા કે જવાબદારી પુરવાર થતી ન હોય કોર્ટનો નિર્ણય

30 લાખના 2 ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ આશિષ નરસિંહભાઇ પનારાએ ફરિયાદી પાસેથી નાણાં લીધા હોય તે પેટે 10 લાખ અને 20 લાખ એમ 2 ચેક આપ્યા હતા. દરમિયાન આ ચેક રિટર્ન થતા ફરિયાદી દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબ કોર્ટમાં 2 કેસ કરાયા હતા.

આ કેસ જૂનાગઢના બીજા સિવીલ જ્જ અને જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ એચ.આર. પટેલની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ એચ.આર. પટેલે જણાવ્યું હતું કે, તકરારી ચેક આરોપીએ ફરિયાદી પક્ષે જણાવ્યા મુજબની કાયદેસરની જવાબદારી પેટે આપેલ હોવાનું ખંડન થાય છે. તેમજ તકરારી ચેક આરોપીએ જાતે ફરિયાદીને આપેલ હોય તેવો કોઇપણ પુરાવો ન હોય અને આરોપીના લેણાંની જવાબદારી સ્વિકારી આરોપીએ આ ચેક આપ્યો હોય તેવો ફરિયાદીનો કેસ નથી.

આ કેસમાં આરોપીએ તેના કાયદેસરના દેવા કે જવાબદારી પેટે ચેક લખી આપ્યાનું પુરવાર થતું ન હોય આરોપીને ચેક રિટર્ન કેસમાં નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી તરફે વકિલ તરીકે ઝાકીરહુસેન વી. હોથ, દેવગીરી એન. અપારનાથી અને પારૂલબેન એમ.ગૌસ્વામી રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...