તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જેલમાંથી જામીન લઇ 6 માસથી ફરાર આરોપી ઝડપાયો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેરોલ ફર્લો સ્કોડે માંડવી ચોકમાંથી પકડી પાડ્યો

જેલમાંથી જામીન મેળવી 6 માસથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી લઇ જેલ હવાલે કર્યો છે. જામીન પર ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાના પગલે પેરોલ ફર્લો સ્કોડે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. દરમિયાન માહિતી મળી કે, જૂનાગઢ એ ડિવીઝનમાં નોંધાયેલ ગુનાનો આરોપી રાજન સુરેશભાઇ જેઠવા જૂનાગઢ જેલમાં હતો જે વચગાળાના જામીન મેળવી છેલ્લા 6 માસથી ફરાર હતો.

આ આરોપી માંડવી ચોકમાં હોવાની બાતમી મળી હતી. બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ. ભાટીના માર્ગદર્શનમાં પેરોલ ફર્લો સ્કોડના પ્રદીપભાઇ ગોહિલ, સંજયભાઇ વઘેરા, રમેશભાઇ માલમ, સંજયભાઇ ખોડભાયાની ટીમે જઇ માંડવી ચોકમાંથી આરોપીને ઝડપી લઇ જેલ હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...