માંગણી:લેબર કોર્ટ પાસે સ્પિડ બ્રેકરના અભાવે અકસ્માતનું જોખમ, રોડ નવો બનતા સ્પિડ બ્રેકર દટાઇ ગયું

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ અકસ્માતમાં મોત થયું હતું, સ્પિડ બ્રેકર બનાવવા માંગ

શહેરના વોર્ડ નંબર 3માં આવેલ લેબર કોર્ટ પાસે સ્પિડ બ્રેકર બનાવવા સ્થાનિક લોકોમાંથી માંગ ઉઠી છે. આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 3માં લેબર કોર્ટ પાસે અગાઉ સ્પિડ બ્રેકર હતું. જોકે, નવો(ઉંચો) રોડ બનતા આ સ્પિડ બ્રેકર દટાઇ જતા અકસ્માતનું જોખમ વધી ગયું છે.

સ્થાનિક લોકોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા જ અકસ્માતમાં એકનું મોત થયું હતું. ત્યારે હજુ કોઇ વધુ જીવલેણ અકસ્માત થાય તેની મહાનગરપાલિકા રાહ જોવે છે કે શું? આ અંગે સ્થાનિક કોર્પોરેટરને પણ જાણ કરવામાં આવી છે છત્તાં તેઓ પણ આ મામલે નિષ્ફિકર રહ્યા છે. સ્પિડ બ્રેકર હટી જતા બેફામ સ્પિડે વાહનો પસાર થાય છે ત્યારે કોઇ અકસ્માત થશે તો તેની જવાબદારી કોની? તેવા સવાલ સાથે સત્વરે સ્પિડ બ્રેકર બનાવવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...