રબંદરથી વેરાવળ તરફ જઈ રહેલી એસ.ટી. બસ અને સોમનાથથી દ્વારકા દર્શનાર્થે જઈ રહેલો કલકત્તાનો પરિવાર જેમાં સવાર હતો તે ટેમ્પો ટ્રાવેલર આરેણા નજીક ખોડાદા પાટીયા પાસે અથડાતા મુસાફરોએ ચીસાચીસ કરી મુકી હતી. બનાવ સ્થળે એકત્ર થઈ ગયેલા લોકોએ ઈજાગ્રસ્તોને વાહનની બહાર નિકાળ્યા હતા. તાબડતોબ 108 અને આજુબાજુની અન્ય એમ્બ્યુલન્સો મારફતે ઘાયલોને માંગરોળ હોસ્પિટલે ખસેડાયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મામલતદાર, પોલીસ સ્ટાફ અને સેવાભાવી યુવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા.
જ્યાં સેંતોની પોદાર (ઉ.વ.21), મનોજ સાહા (ઉ.વ.45) અને સોર્જો પોદાર (ઉ.વ. 9)ને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે પ્રતોભા સાહા (ઉ.વ.62), બોબોનજી મોજીદાર (ઉ.વ.45), સરફરાઝ અલીમુહંમદ (ઉ.વ.31), વિમોલકુમાર સાહા (ઉ.વ.73), દિવા પ્રસાદ ઓરસીયા (ઉ.વ.30), રોતાબેન સાહા (ઉ.વ.53), ગૌરવ સાહા (ઉ.વ.25), બિનોયકુમાર સાહા (ઉ.વ.53), તારોકેશર પ્રસાદ (ઉ.વ.35)ને પ્રાથમિક સારવાર આપી જુનાગઢ તેમજ એસ.ટી.ના ડ્રાઈવર દેવાભાઈ કડછાને પોરબંદર રિફર કરાયા હતા. નાની મોટી ઈજાઓને પગલે કલકતાથી ફરવા આવેલો પરિવાર હતપ્રભ બન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.