તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્‍માત:ગીર સોમનાથના ઉના નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, કારમાં સવાર એક યુવકનું મોત

ઉના6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંને મિત્રોથી ઉનાથી વેરાવળ આવી રહ્યા હતા
 • એક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો

ગીર સોમનાથના ઉના-કોડીનાર નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર બે યુવકોમાંથી એક યુવકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. તો અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતોનુસાર, ઉના-કોડીનાર નેશનલ હાઇવે પર સીલોજ-નાથળ ગામ તરફ જતા રસ્તા ઉપર અકસ્માત સર્જાયો હતો. ઉનામાં શાળાનું કામ પતાવી વનરાજ અશ્વિનભાઈ ગોહેલ અને પ્રતિષ મહેન્દ્રભાઈ ગોહેલ વેરાવળ તરફ મોટરકારમાં આવી રહ્યા હતા. આ સમયે સામેથી આવી રહેલા ડમ્પર ચાલકે કારને અડફેટે લેતા કારનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતના પગલે આસપાસથી દોડી આવેલા લોકોએ બંને યુવકોને કારમાંથી બહાર કાઢી ઉના હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. જોકે, વનરાજ ગોહેલનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. જયારે પ્રતિષને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી ઉનાની ખાનગી હોસ્‍પીટલે લઇ જવામાં આવ્યા હતા. જયાં પ્રાથમિક સારવાર અપાવ્‍યા બાદ રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા છે.

અકસ્માત મામલે ઉના પોલીસમાં ડમ્પર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધવામા આવી છે.અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલ વનરાજ ગોહેલ આશાસ્પદ યુવક હોવાની સાથે ક્રિકેટ અને ફુટબોલનો ખેલાડી હતો. વનરાજ તેમના વાલીના બે સંતાન પૈકીનો એકનો એક પુત્ર હતો અને તેને નાની બહેન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો