તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:NCP મહિલા પ્રમુખના આમરણ ઉપવાસ ચાલુ હોઇ માંગ સ્વિકારો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ એનસીપી કાર્યકરોનું સીએમને સંબોધી આવેદન
  • જો રેશ્મા પટેલ જીવ ગૂમાવશે તો તમામ કાર્યકરો કરશે આત્મવિલોપન

એનસીપી ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ રાજકોટ સ્થિત એનસીપી કાર્યાલય ખાતે આમરણ ઉપવાસ કરી રહ્યા છે ત્યારે તેની માંગ સ્વિકારવા માંગ કરાઇ છે. આ અંગે જૂનાગઢ NCPના પ્રમુખ રણમલભાઇ સિસોદીયા, શહેર ઉપપ્રમુખ મુકેશભાઇ કવા, વોર્ડ નંબર 6ના પ્રમુખ પ્રવિણભાઇ રવિપરા વગેરેએ સીએમને સંબોધીને જિલ્લા વહિવટી તંત્રને આવેદન આપ્યું છે.

આવેદનમાં જણાવાયું છે કે, રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો તેમજ કોવિડ કેર સેન્ટરમાં આરોગ્યની પુરતી સુવિધાની માંગ સાથે રેશ્મા પટેલ આમરણ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ત્યારે સત્વરે યોગ કરવા જણાવાયું છે. જો યોગ્ય નહિ થાય અને રેશ્મા પટેલ આમરણ ઉપવાસ દરમિયાન જીવ ગૂમાવશે તો તમામ NCP કાર્યકરો આત્મવિલોપન કરશે તેવી ચિમકી ઉચ્ચારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...