તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ટીસી મામલે છાત્રોને કરાવાતા ધક્કા સામે એબીવીપી લાલઘૂમ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેલ્ફ ફાઇનાન્સ કોલેજો સામે યુનિ.પગલાં લે તેવી માંગ

એબીવીપીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, કોરોનાના કારણે અનેક પરિવારનો આર્થિક સ્થિતી દયનીય બની છે. ત્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની મોંઘી ફિ પોસાતી ન હોય અનેક વાલીઓ પોતાના સંતાનને સરકારી અથવા ગ્રાન્ટ એઇડ કોલેજમાં એડમિશન કરાવવા ઇચ્છે છે.

જોકે ઓછી આવક થવાના ભયે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ટ્રાન્સફર સર્ટિ નથી આપતા અને તેના માટે યેનકેન પ્રકારે ધક્કે ચડાવી વિલંબ કરી રહ્યા છે. દરમિયાન યુનિવર્સિટીમાં ટીસી જમા કરાવવાની અંતિમ તારીખ 5 જૂલાઇ છે. ત્યારે એબીવીપીની માંગ છે કે, યુનિવર્સિટી ટીસી સ્વિકારવાની સમય મર્યાદામાં વધારો કરે અને ટીસી મામલે વિદ્યાર્થીઓને હેરાન કરતી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો સામે કાર્યવાહી કરે.

અન્ય સમાચારો પણ છે...