આગામી વર્ષાઋતુ દરમિયાન સંભવિત આપદાઓને પહોંચી વળવા પ્રાંત અધિકારીઓને સાયકલોન સેન્ટરની મુલાકાત લેવા, તરવૈયા, બુલડોઝર સહિત સધનોની યાદી તેમજ તાઉતે વાવઝોડામાં પડેલ મુશ્કેલીઓને ધ્યાને લઇ આગોતરા આયોજન કરવા જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીએ તાકીદ કરી છે. જૂનાગઢ કોર્પેારેશન વિસ્તારમાં ચોમાસા દરમિયાન કોઇ મુશ્કેલી ના પડે, પાણીના વહેંણ વોંકળાની સફાઇ સહિતની બાબતોમાં કાળજી લેવા નાયબ કાર્યપાલક ઇજનેરને સુચના આપી છે અને આગોતરી કામગીરીમાં કોઇ ઉણપ ના રહે તેની કાળજી લેવા તાકીદ કરી હતી.
તેમજ આ બેઠકમાં ગેરહાજર રહેનાર ફીશરીજ, પોર્ટ સહિતનાં અન્ય અધિકારીઓને નોટીસ આપવામાં આવશે. તાઉતે વાવાઝોડામાં લોકોને સલામત સ્થળે ખસેડવા, તેમજ વિજ પુરવઠો, પાણી સહિતની બાબતોમાં થયેલા અનુભવના આધારે સંભવિત આપદા અંગે સૂચારૂ અયોજન કરવા ચર્ચા કરવામાં આવી હતી. પુર વાવાઝોડામાં ખાસ કરીને દરિયાકાંઠાના ગામોને અસર થતી હોય છે. તેમને આઇડેન્ટીફાઇ કરવા સાથે ગામની વસતી માછીમાર કુટુંબોની પ્રાથમિક માહિતી તૈયાર રાખવા કહ્યું હતું.
ભારે વરસાદ પુરમાં સિંચાઇ ડેમમાં પાણી છોડવાનું થાય ત્યારે નીચાણવાળા ગામના લોકો, આગેવાનો આગોતરી જાણ કરવી ખૂબ જરૂરી છે. તેના માટેનું વ્યવસ્થાતંત્ર સુર્દઢ રાખવું. તલાટીઓ, કર્મચારીઓ, હેડ ક્વાટરમાં હાજર રહેવું, માછીમારીને દરિયામાંથી રસ્તાઓ ખુલ્લા કરાવવા, રાઉન્ડ કલોક કંટ્રોલરૂમ કાર્યરત રાખવા સહિતની બાબતો અંગે જિલ્લા કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.