શિક્ષક કભી સાધારણ નહિ:આઠમાંમાં વાંચતા નોતું આવડતું, તેણે બીએસી અને એમસી કર્યું

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠોઠ ગણાતો છાત્ર શિક્ષકના કારણે આજે રિલાયન્સમાં સર્વીસ કરે છે
  • શાળાના સમય પછી પ્રેરણાદાયક સ્ટોરી સંભળાવી તૈયાર કરતા

શિક્ષક કભી સાધારણ નહિ હોતા એ સૂત્રને કાથરોટાના શિક્ષક બદલેવપરીએ ચરિતાર્થ કરી બતાવ્યું છે. પોતે તો રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કર્યો જ છે, સાથે ઠોઠ ગણાતા છાત્રોને પણ પ્રેરણાદાયી સ્ટોરી સંભળાવી તૈયાર કરેલા જેના કારણે આવા અનેક છાત્રો આજે ઉચ્ચપદ પર સર્વિસ કરી રહ્યા છે.

આ અંગે મૂળ ભેંસાણ તાલુકાના બરવાળા ગામના વતની અને હાલ જામનગરની રિલાયન્સ રિફાઇનરીમાં ઉચ્ચપદ પર સર્વિસ કરતા વિપુલભાઇ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, જ્યારે ધોરણ આઠમાં આવ્યો ત્યારે વાંચતા પણ આવડતું ન હતું. માતા, પિતા દિવસ રાત ખેતી કરતા અને છોકરાના અભ્યાસ અર્થે ત્યારે એટલા ચિંતીત ન હતા.

પ્રાથમિક શાળામાં કોઇ પૂછનાર ન હતું પરિણામે 7 ધોરણ સુધી તો પાસ કરી દેતા હતા. ધોરણ 8માં અમારા શિક્ષક હતા બલદેવપરી. તેમણે મારા જેવા 8થી 10 ઠોઠ ગણાતા વિદ્યાર્થીઓની અલગ બેન્ચ બનાવી. આવા છાત્રોને તે શાળા છૂટ્યા પછી ફરી ભણાવતા. સાથે પ્રેરણાદાયક સ્ટોરી આપી મોટીવેશન આપતા. ખાસ કરીને જે રીતે પાસ થઇ રહ્યા છો તે રીતે પરીક્ષામાં પાસ થઇ જશો, પરંતુ જીવનમાં શિક્ષણ વગર પાસ થવું મુશ્કેલ છે તેમ સમજાવતા. તેઓ શુક્રવારે નાઇટ હોલ્ટ કરતા અને પોતાનું ટિફીન લઇને આવતા જેમાંથી જમીને પછી વિદ્યાર્થીઓને એકસ્ટ્રા ક્લાસ લઇ અભ્યાસ કરાવતા હતા. જ્યારે શનિવારે પણ શાળા છૂટ્યા બાદ પણ અભ્યાસ કરાવતા હતા. તેમની ઠોઠ વિદ્યાર્થીઓને પણ તેજસ્વી છાત્ર બનાવવાની ધગશ જોઇને અમને ભણવામાં રૂચી જાગી અને પછી ભણવામાં પાછું વળીને નથી જોયું.

ધોરણ 7 સુધી માંડ માંડ પાસીંગ માર્ક આવતા, ધોરણ 8માં વાંચતા નોતું આવતું તેને બદલે ધોરણ 10 બોર્ડમાં 71 ટકા માર્કસ- ડિસ્ટિકશન સાથે પાસ થયો. પછી તોબીએસસી અને એમસી કરી હાલ જામનગરની રિલાયન્સ રિફાઇનરીમાં સારી પોસ્ટ પર સર્વિસ કરૂં છું. આમ, મારા શિક્ષકના કારણે મારી લાઇફમાં ભારે બદલાવ આવ્યો છે. જો શિક્ષક તરીકે બદલેવ પરી ન મળ્યા હોત તો ન જાણે આજે હું ક્યાં હોત?

કોણ છે શિક્ષક બલદેવ પરી?
હાલ કાથરોટા માધ્યમિક શાળામાં ગણિતના શિક્ષક તરીકે ફરજ બજાવતા બલદેવપરીએ માત્ર 2 મહિનામાં રાષ્ટ્રપતિના હસ્તે બબ્બે એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવેલ છે. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે એવોર્ડ મેળવેલ છે તેમ કુલ મળી અત્યાર સુધીમાં 24 થી વધુ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. જ્યારે શિક્ષક તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ 200થી વધુ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...