તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિર પરિસરમાં હુમલાનો પ્રયાસ:સોમનાથમાં ‘આપ’ પ્રમુખ ઇટાલિયાનો ‘હર હર મહાદેવ’ના નારા સાથે વિરોધ; માહોલ ઉગ્ર બનતાં મંદિરમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બહાર કઢાયા

વેરાવળ3 મહિનો પહેલા
મંદિર બહાર નીકળી રહેલા ગોપાલ ઇટાલિયાના વિરોધનાં દૃશ્યો
  • 'આપ'ના ગોપાલ ઇટાલિયાનો હિન્દૂ ધર્મ વિરોધી ટિપ્‍પણીનો વર્ષો જુના વાયરલ વીડિયો બાબતે હિન્‍દુ સંગઠનો અને બ્રહ્મ સમાજમાં રોષ હતો
  • ગોપાલ ઇટાળિયાએ માફી માગી, વિરોધ ભાજપપ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો
  • બંન્‍ને પક્ષો વચ્‍ચે સમાઘાન થઇ ગયાનો પોલીસે દાવો કરી મામલો થાળે પાડયો

આજથી જન સંવેદન યાત્રાની શરૂઆત કરવા માટે સોમનાથ પહોંચેલા આમઆદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો સોમનાથ મંદિર પરિસરની બહાર બ્રહ્મ સમાજ અને હિન્‍દુ સંગઠનના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ વિરોધ પાછળ ગોપાલ ઇટાલિયાનો વાઇરલ થયેલો જૂનો વીડિયો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે આ વિરોધ નહીં, પણ ભાજપ પ્રેરિત લોકોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ આમઆદમી પાર્ટીના નેતાએ લગાવ્‍યો હતો. આ હુમલાના પ્રયાસ અંગે ગોપાલ ઇટાલિયા ફરિયાદ નોંઘાવવા પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા છે. જોકે બાદમાં બન્‍ને પક્ષો વચ્‍ચે સમાધાન થઇ ગયું હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસ નેતાને ટોળામાંથી હેમખેમ બહાર કાઢી દૂર લઇ ગઇ હતી
આજે સવારે નવેક વાગ્‍યે 'આપ' આયોજિત જન સંવેદનના પ્રારંભ માટે પાર્ટીના ચહેરા એવા ગોપાલ ઇટાલિયા, ઇશુદાન ગઢવી સોમનાથ પહોંચ્યા હતા. બન્‍ને નેતા કાર્યકરો સાથે સોમનાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા, જ્યાંથી પરત ફરી બહાર નીકળી રહ્યા હતા એ સમયે બ્રહ્મ સમાજ અને હિન્‍દુ સંગઠનોના કાર્યકર્તાઓએ 'આપ'ના નેતા ગોપાલ ઇટાલિયાનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ કર્યો હતો, જેને પગલ સ્‍થળ પર હાજર પોલીસ સ્‍ટાફે સમય સૂચકતા વાપરી 'આપ'ના નેતાને ટોળામાંથી હેમખેમ બહાર કાઢી દૂર લઇ ગઇ હતી. આ વિરોધપ્રદર્શનને પગલે થોડા સમય માટે સોમનાથ મંદિર પરિસરમાં બેફામ વાણીવિલાસ થયાના નજારો જોવા મળ્યો હતો. જયારે 'આપ'ના કાર્યકર્તાઓમાં રોષની લાગણી પ્રસરી હતી.

મંદિર પરિસરમાં વિરોધ કરી રહેલા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ.
મંદિર પરિસરમાં વિરોધ કરી રહેલા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ.

ભાજપ પ્રેરિત લોકોએ હુમલો કર્યાનો દાવો
આ મામલે ગોપાલ ઇટાલિયાએ પોતાના પર સોમનાથ મંદિરની બહાર ભાજપ પ્રેરિત લોકોએ બિભત્‍સ શબ્‍દો બોલી મારી પર હુમલો કર્યાનો દાવો કરી પોતે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હોવાનું જણાવ્યું હતુ. ભાજપના પદાધિકારીઓના ઇશારે ટોળાએ આયોજનપૂર્વક હુમલાનો પ્રયાસ કર્યો છે. મારા પર હુમલાનો પ્રયાસ કરનારાં અસામાજિક તત્ત્વોને કાયદાનું ભાન કરાવે એટલી પોલીસતંત્ર પાસે અપેક્ષા છે.

ઇટાલિયા ભાગી ગયા: બ્રહ્મસમાજ અગ્રણી
બ્રહ્મ સમાજના અગ્રણી મિલન જોશીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાળિયાએ હિન્દુ સનાતન સંસ્કૃતિ અને હિન્દુ સમાજ વિશે ખરાબ શબ્દોનો ઉપયોગ કરી અયોગ્ય ટિપ્પણી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં છે. આ ટિપ્પણી બાબતે હિન્દુ સમાજના અગ્રણીઓ સોમનાથ મંદિરની બહાર ગોપાલ ઇટાળિયા પાસે જઈ ચોખવટ કરવા ગયા ત્યારે તે કોઈપણ ચર્ચા કર્યા વગર ગાડીમાં બેસી ભાગી ગયા હતા.

ટિપ્પણી બાબતે ચોખવટ કરવા ગયા હતા
બીજી તરફ, આ મામલે બ્રહ્મ સમાજના અગ્રણી મિલનભાઈ જોશીએ જણાવ્યું હતું કે સનાતન ધર્મની વિરુદ્ધ માનસિકતા ધરાવતા આમઆદમી પાર્ટીના ઇટાલિયાએ હિન્‍દુ સનાતન સંસ્કૃતિ અને હિન્દુ સમાજ વિશે અનાબ સનાબ શબ્‍દોનો ઉપયોગ કરી અયોગ્ય ટિપ્પણી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ટિપ્‍પણી બાબતે હિન્દુ સમાજના અગ્રણીઓ સોમનાથ મંદિરની બહાર ગોપાલ ઇટાલિયા પાસે જઈ ચોખવટ કરવા ગયા ત્‍યારે તે કોઈપણ ચર્ચા કર્યા વગર ગાડીમાં બેસી ભાગી ગયાનો આરોપ લગાવી રહ્યા છે.

પોલીસ સ્ટેશને પહોંચેલા 'આપ'ના નેતા ગોપાલ ઇટાલિયા.
પોલીસ સ્ટેશને પહોંચેલા 'આપ'ના નેતા ગોપાલ ઇટાલિયા.

વિરોધ થશે એવી માહિતી હોવાથી પોલીસતંત્ર પહેલેથી જ સતર્ક હતી
આ ઘટના અંગે એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાનો વિરોધ થશે એવી માહિતી હોવાથી પોલીસતંત્ર પહેલેથી જ સતર્ક હતી. પરિસરમાં ગોપાલ પહોંચતાં અમુક લોકોએ વિરોધ કરતાં તેમને પોલીસ સ્‍ટાફે ખસેડી 'આપ'ના નેતાઓને સુરક્ષ‍િત બહાર લઇ ગઇ હતી. આ મામલે બન્‍ને પક્ષો સાથે વાતચીત કરી હતી. બન્‍નેએ પોતાની અંગત વાત હોવાથી આગળ કોઇ કાર્યવાહી કરવી નથી એવું બન્‍ને પક્ષોએ પોલીસને જણાવ્યું છે, જેથી આ મામલે હાલ પોલીસમાં કોઇ ફરિયાદ કે નોંધ દાખલ કરાઈ નથી.

કોઈ પક્ષે ફરિયાદ કરાઈ નથી: એએસપી
એએસપી ઓમપ્રકાશ જાટે કહ્યું કે, ગોપાલ ઇટાલિયાનો વિરોધ થશે એવી માહિતી હોવાથી પોલીસતંત્ર પહેલેથી સતર્ક હતું. પરિસરમાં તેઓ પહોંચતા અમુક લોકોએ વિરોધ કરતાં તેમને પોલીસ સ્ટાફે ખસેડી સુરક્ષિત બહાર લઈ ગઈ હતી. આ મામલે બંને પક્ષો સાથે વાતચીત કરી હતી. બંને પક્ષે પોતાની અંગત વાત હોવાથી આગળ કોઈ કાર્યવાહી કરવી નથી એવું પોલીસને જણાવ્યું છે. આથી હાલ કોઈ ફરિયાદ દાખલ કરાઈ નથી.

તેઓ ગાડીમાં બેસી ભાગી ગયા: મિલન જોષી
સનાતન ધર્મની વિરુદ્ધ માનસિકતા ધરાવતા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ હિન્દુ સનાતન સંસ્કૃતિ અને હિન્દુ સમાજ વિશે ખરાબ શબ્દોનો ઉપયોગ કરી અયોગ્ય ટિપ્પણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ટિપ્પણી બાબતે હિન્દુ સમાજના અગ્રણીઓ સોમનાથ મંદિરની બહાર ગોપાલ ઇટાલિયા પાસે જઈ ચોખવટ કરવા ગયા ત્યારે તે કોઈપણ ચર્ચા કર્યા વગર ગાડીમાં બેસી ભાગી ગયા હતા. - મિલનભાઇ જોષી, બ્રહ્મસમાજ અગ્રણી

અન્ય સમાચારો પણ છે...