રજુઆત:લઠ્ઠાકાંડ મુદ્દે મુખ્યમંત્રી, ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરો, આમ આદમી પાર્ટીનું રાજ્યપાલને સંબોધી આવેદન

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

લઠ્ઠાકાંડ મુદ્દે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવા માંગ ઉઠી છે. આ અંગે આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ ભાવેશ કાતરીયા, જૂનાગઢ લોકસભા પ્રમુખ અતુલભાઇ શેખડા અને આપના કાર્યકરોએ રાજ્યપાલને સંબોધીને આવેદન જિલ્લા વહિવટી તંત્રને આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે, બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડમાં 55થી વધુ લોકોના મોત થયા છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી હોવા છત્તાં દારૂનું ખુલ્લેઆમ વેંચાણ થાય છે અને ખરાબ દારૂથી અનેક લોકોના જીવ જાય છે. ત્યારે પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જતા લઠ્ઠાકાંડ સર્જાયો હોય મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવાની રાજ્યપાલ સમક્ષ માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...