ક્રાઈમ:વિજાપુર ગામે ખાણમાં ભેખડ પડતાં યુવાનનું મોત નિપજ્યું

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખડીયા ગામે રેલવે હડફેટે યુવાનનું મોત, મોટી મારડમાં યુવતીએ ઝેરી દવા પી લીધી

જૂનાગઢનાં વિજાપુર ગામે ખાણમાં ભેખડ પડતાં યુવાનનું મોત નિપજ્યું હતું. જયારે અન્ય એક બનાવમાં ખડીયા ગામે રેલ્વે હડફેટે યુવાનનું મોત થયું છે. તેમજ મોટી મારડની યુવતીએ ઝેરી દવા પી લીધીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,જૂનાગઢના ડુંગરપુર ગામે રહેતાં ભાવેશ રવજીભાઈ ચાવડા(ઉ.વ22)વિજાપુર ગામે ખાણમાં કામ કરતા હોય એ દરમિયાન ભેખડ પડી હતી અને ભાવેશભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

જો કે ફરજ પરના તબીબે તપાસ બાદ મૃત જાહેર કરતાં પરીવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.આ બનાવ 5 મેં ના બન્યો હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.જ્યારે અન્ય એક બનાવમાં ખડીયા ગામે રહેતાં ભુપત રાજશીભાઈ રાવલીયા કોઈ કારણસર રેલવે પાટા પર આવી ગયો હોય અને ગંભીર ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.આ ઉપરાંત અન્ય એક બનાવમાં ધોરાજીના મોટી મારડ ગામે એક યુવતીએ મામાના ઘરે જઈ કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી અને તેમનું મોત નિપજ્યું હતું.આ ત્રણેય બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...