દુર્ઘટના:જૂનાગઢ શહેરમાં વિજશોકથી એક યુવાનનું મોત નિપજ્યું

જુનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસાવદરના મોણીયામાં કૂવામાં પડી જતા મોતનો બનાવ
  • સમેગામાં બીમારીથી લાગી આવતા મહિલાએ એસિડ પી લીધું, મોત

જૂનાગઢ શહેરમાં વિજશોક થી એક યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે વિસાવદર ના મોણીયા ગામે કૂવામાં પડી જતા એક યુવાનનું મોત થયું હતું.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,જૂનાગઢ શહેરમાં એક યુવાનને કોઈ કારણોસર વિજશોક લાગ્યો હતો અને મોત નિપજતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,જૂનાગઢમાં રહેતાં નીરવ દિલીપભાઈ પરમાર (ઉ.વ 30)ને કોઈ કારણસર ઈલેક્ટ્રીક શોક લાગ્યો હતો અને હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો અને તબીબે તપાસ બાદ મૃત જાહેર કરતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

જ્યારે અન્ય એક બનાવમાં વિસાવદર પંથકના મોંણપરી ગામે માનસિક બીમારી થી પીડાતો યુવાન કૂવામાં પડી જતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.જ્યારે માણાવદર પંથકના સમેગા ગામે એક મહિલાને મગજ ની કોઈ બીમારી હોય લાગી આવતા એસિડ પી લીધું હતું અને સારવાર માટે લઈ જવાયાં હતા.જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...