દુર્ઘટના:વણાંકબારામાં મકાનમાં આગ અગાશી ઉપરથી કુદકો મારી યુવાને જીવ બચાવ્યો

ઊના15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રીના સમયે બનાવ બન્યો, ગેસ સિલીન્ડર બહાર કાઢી લેતા જાનહાની ટળી

કેન્દ્ર શાસિત પ્રદેશ દિવના વણાકબારા સ્થિત મીઠી વાડી વિસ્તારમાં આવેલ રહેણાક વિસ્તારમાં જગાભાઈ રસોડામાં પલંગ પર સુતા હતા ત્યારે રાત્રીના 12 વાગ્યાના અરસામાં અચાનક જ આગ લાગી હતી. અને આસપાસનાં લોકોએ પાણીની મોટર શરૂ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. અને જગાભાઈ ઘર નજીકની અગાશીમાંથી કુદી જીવ બચાવ્યો હતો.

અને સ્થાનિકોએ સમયસુચકતા દાખવી રસોડામાં પડેલ ગેસ સિલીન્ડર બહાર કાઢી લીધુ હોય જો કે, અનાજ ઘરની ચીજવસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી. જગાભાઈ ભાડાના મકાનમાં રહેતા હોય માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય લાખોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ બનાવને પગલે આગેવાનો દોડી ગયા હતા. અને સરકાર પાસે સહાયની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...