પોલીસની સરાહનીય કામગીરી:અમદાવાદના રાણીપનો યુવક દેવાથી કંટાળી જઈ ઘર છોડી જૂનાગઢમાં રઝળી રહ્યો હતો, પોલીસે પરીવાર સાથે મિલન કરાવ્યું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાણીપ પોલીસના માધ્યમથી યુવકના પરીવારનો સંપર્ક કરી પરીવાર સાથે મિલન કરાવતા હાજર સૌ ભાવવિભોર થયા
  • યુવક ત્રણ માસથી જનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં જ્યા ત્યા ભટકી રહ્યો હતો

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતો યુવક દેવું થઈ ગયુ હોવાથી લેણદારો શાંતિ લેવા દેતા ન હોય કંટાળી જઈ મકરસંક્રાંતિના એક દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ યુવક ત્રણ માસથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રખડી રહ્યો હતો. આ યુવક પોલીસ સ્ટાફના ધ્યાને આવતા તેની પાસેથી જાણકારી મેળવી રાણીપ પોલીસની મદદથી તેના પરીવારને અત્રે બોલાવી મિલન કરાવ્યુ હતું. આમ જૂનાગઢ પોલીસે "પોલીસ પ્રજાની મિત્ર" હોવાનું સુત્ર સાર્થક કરતી ફરજ બજાવી હતી.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે જૂનાગઢમાં રેલવે સ્ટેશન નજીક એક યુવક ચિંતામાં હોય તેવી પરિસ્થિતિમાં શંકાસ્પદ રીતે આંટા મારતો જોવા મળ્યો હતો. જેના પર ડીવાયએસપી કચેરીના કમાન્ડોનું ધ્યાન જતા તેણે આ યુવકને પોલીસ કચેરી ખાતે લઈ આવ્યો હતા. બાદમાં બી ડિવિઝનના પીઆઇ આર.એસ. પટેલએ પુછપરછ કરતા તેણે પોતાનું નામ અમિત યોગેશભાઈ ગજ્જર (ઉ.વ.38) હોવાનું અને પોતે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા 47 મૃદુલ એપાર્ટમેન્ટ કાશીબા રોડ પર રહેતો હોવાનું અને તે તા.13-01-2022 ના રોજ સવારે 6 વાગ્યે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો કારણ કે, પોતાના પર દેવું થઈ ગયુ હોય જેથી લેણદારો શાંતી લેવા દેતા ન હોવાથી મોબાઈલ ફોન ઘરમાં મુકી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. બાદમાં ક્યારેક વાહનમાં અને ક્યારેક પગપાળા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રખડતો હોવાનું જણાવતા પોલીસ સ્ટાફ પણ ચોંકી ગયો હતો. બાદમાં યુવકે તેના ભાઈનો મોબાઈલ નંબર આપ્યો હતો જેના પર પોલીસે સંપર્ક કરતા તે બંધ આવતો હતો.

આ અંગે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ રાણીપ પોલીસનો સંપર્ક કરી તપાસ કરાવતા ગત તા.17-1-22 ના રોજ મળી આવેલ અમિત ગજ્જરના પત્ની ડિમ્પલબેન દ્વારા તેના પતિ ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. જેના આધારે યુવકના ભાઈ ભાવિક ગજ્જર સાથે મોબાઈલ ફોનથી વાત કરતા તેઓ અને ઘરના તમામ સભ્યો છેલ્લા ત્રણ મહિનાથી અમિતની ભાળ મેળવવાને લઈ ચિંતાતુર હતા.

જૂનાગઢમાં તેમનો ભાઈ મળી આવ્યો હોવાના સમાચાર સાંભળીને તુરંત નીકળી જઈ તેમના પરીવારજનો જૂનાગઢ લેવા આવી પહોંચ્યા હતા. અહીં પોલીસ અધિકારીઓએ યુવકનું તેના પરીવાર સાથે મિલન કરાવતા હાજર સૌ ભાવવિભોર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...