તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન છેતરપીંડી:ફેસબુક પરની લલચામણી જાહેરાતથી ભોળવાઇ વાહન ખરીદવા જતાં યુવક ઓનલાઇન ફ્રોડનો ભોગ બન્યો, રૂ.30 હજાર ગુમાવ્યા

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્મીમેનની ઓળખ આપી 30 હજાર પડાવ્યા અન્ય બીજા કિસ્સામાં યુવકે 83 હજાર ગુમાવ્યા

છેલ્લા થોડા મહિનાઓથી આર્મીમેનના નામથી ઓનલાઇન ખરીદી કરવા ઇચ્છતા ગ્રાહકોને હજારો રુપિયા ગુમાવતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેવા સાયબર ફ્રોડની વધુ બે ઘટનાઓ જુનાગઢ જિલ્લામાંથી સામે આવી છે. જેમાં જૂનાગઢના યુવાનએ ઓનલાઇન કપડાંનો ઓર્ડર કર્યો હતો જે ન આવતા ફોન પર સંપર્ક કરતાં યુવાને રૂ.83 હજાર ગુમાવ્યા હતા અને બીજા કિસ્સામાં મેખડીના યુવાનને બાઇક ખરીદી અંગેની ઓનલાઈન જાહેરાત થકી આર્મીમેન તરીકેની ઓળખ આપી એક સખ્શે રૂ 30 હજાર તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી પડાવી લઈને છેતરપિંડી કરી છે.જૂનાગઢના આ બે કિસ્સામાં ઓનલાઈન ફ્રોડ થયાની ફરીયાદ સાયબર પોલીસમાં નોંધવામાં આવી છે.

વર્તમાન ડીજીટલ યુગમાં દરરોજ ડિજીટલ વ્યવહાર વધી રહ્યા છે ત્યારે આવા વ્યવહાર કરતા લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ પણ દરરોજ સામે આવી રહ્યા છે. તો ડીજીટલ વર્લ્ડમાં લોકોને છેતરવા અનેક ટોળકીઓ અને શખ્સો સક્રીય રહી લોકોને ઠગવાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે આવી જ રીતે ઓનલાઈન છેતરપિંડીના બે લોકો ભોગ બન્યાના કિસ્સા સામે આવ્યા છે. જેમાં પ્રથમ કિસ્સાની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં ગિરીરાજ સોસાયટીમાં રહેતા સુનિલભાઈ ખંડેરીયાએ તા.12-9-2020 ના ફેશન ડોટકોમ સાઈટ પરથી કપડા મંગાવ્યા હતાં. તે કપડા ન મળતા તેણે ગુગલ પર સર્ચ કરી મોબાઈલ નંબર મેળવી તેના પર ફોન કર્યો હતો. ત્યારે સામેના અજાણ્યા હિન્દીભાષામાં બોલતા શખ્સએ તમારો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. ક્રેડીટકાર્ડ પરથી પૈસા પરત નહી આપી શકીએ. તમે પેટીએમનો ઉપયોગ કરતા હોય તો એક લીંક મોકલુ તેમ કહેતા સુનિલએ હા પાડી હતી. આથી અજાણ્યા શખ્સે લીંક મોકલાવી હતી, જેમાં સુનીલ પાસે વિગતો ભરાવી લીધા બાદ અજાણ્યા શખ્સ તેમના ખાતામાંતી રૂ.83,760 રૂપીયા ઉપાડી લીધા હતાં. આ અંગે સાયબર સેલમાં ફરીયાદ નોંધાવી છે.

જયારે બીજા કિસ્સામાં માંગરોળ તાલુકાના મેખડીમાં રહેતા વિજય ભુપત ભુતીયાને બાઈક લેવું હોવાથી ચારેક માસ પહેલા ફેસબુક પર જાહેરાત જોઈને તેમાં આપેલ નંબર પર ફોન કરી સંપર્ક કરવાની શરુઆત કરી હતી. તે દરમિયાન અજાણ્યા શખ્સએ આર્મીમેન તરીકે ઓળખ આપી બાઈકના ફોટા, આર.સી.બુક વોટસએપ પર મોકલ્યા હતાં અને સોદો કરી ગુગલ પે માં રૂ.30,150 રૂપીયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં બાઇક ન આપી ઓનલાઈન છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવી હતી. આ બંન્ને ફરીયાદ અંગે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...