હરિપુર ગામની સીમમાં એક ફાર્મ હાઉસમાં સ્વીમિંગ પુલમાં ન્હાવા પડેલા યુવાનનું ડુબી જતા મોત થયાનો બનાવ બન્યો હતો. રાજકોટમાં રહેતા રજનીકાંત ઢોલરીયાએ મેંદરડા પોલીસમાં જણાવ્યા અનુસાર સંજયભાઈ ઢોલરીયા (ઉ.વ.42) હરીપુર ગામની સીમમાં આવેલ એક ફાર્મ હાઉસના સ્વીમીંગ પુલમાં ન્હાવા ગયા હતા. એ દરમિયાન કોઈ કારણોસર સંજયભાઈનું મોત નિપજ્યું હતું.
આ બનાવથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. જ્યારે કેશોદના સોંદરડા ગામે રહેતા કમલેશકુમાર તતમા ગત 7 મેના રાત્રીના 9 વાગ્યે કોઈને કહ્યા વગર નિકળી ગયા હતા. અને મોડે સુધી રૂમ પર ન આવતા તપાસ હાથ ધરવામા આવી હતી. અને રેલવેના પાટાના વચ્ચેના ભાગે કમલેશભાઈના એક અંગ કપાઈ ગયેલ હાલતમાં જોવા મળ્યું હતું. તેમજ માથા અને શરીરના ભાગે ઈજાઓ જોવા મળી હતી.
કોઈ કારણોસર અકસ્માતે ટ્રેન નીચે આવી ગયા હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યારે કેશોદના મેસવાણ ગામે રહેતા દેવુબેન મક્કા (ઉ.વ.80) એકલા રહેતા હોય અને વાડીએ આવેલ બુરાયેલ કુવાના ખાણમાં કચરો નાંખી સળગાવતા હોય ત્યારે પગ લપસી જતા ઈજાઓ થઈ હતી. તેમજ દાઝી ગયા હતા. જેથી તેમનું મોત નિપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.