અકસ્માત:જૂનાગઢના ચોકી નજીક કાર હડફેટે યુવાનનું મોત નિપજ્યું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશોદમાં કાર-બાઈક વચ્ચે અકસ્માત 1ને ઈજા

જૂનાગઢના ચોકી ગામ પાસે કાર હડફેટે યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બનાવમાં કેશોદ માં કાર-બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશના કુકછી ગામે રહેતાં થાનસિંહ ધનિયાભાઈ ભયડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, થાનસિંહનો પુત્ર જૂનાગઢમાં પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતો હતો અને કારખાને થી બહાર રોડ પર ગયો હતો એ સમયે ચોકી પાસેના રોડ પર એક કાર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી થાનસિંહ ના પુત્ર મહાદેવ ને હડફેટે લીધો હતો અને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ જતા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં ક્રિપાલસિંહ ભગસિંહ રાયજાદાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,ક્રિપાલસિંહ બાઈક લઈને ઓફિસથી ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે ઉતાવળી નદીના પુલ પરથી પસાર થતા એક કાર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી ક્રિપાલસિંહ ની બાઈકને ઠોકર મારી હતી.જેથી તેમને ઈજા પહોંચી હતી.અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...