જૂનાગઢ એસ.પી રવિ તેજા વાસમ શેટ્ટી ના માર્ગદર્શન હેઠળ અને ડી.વાય.એસપી હિતેષ ઘાંઘલ્યા ના ફરજ કુનેહથી જુનાગઢ જિલ્લામાં મહિલા પોલીસ ટીમને પણ ગુનાહોને ડામવા તૈયાર કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહીલા પોલીસ કર્મચારીઓની ટીમો બનાવી તેઓની આવડત અને કાર્યશૈલીનો ઉપયોગ ફીલ્ડવર્કમાં કરવા તેમને ફીલ્ડવર્કમા સામેલ કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાથી જુગાર,અને ઇંગ્લીશ –દેશી દારૂના ગુન્હાઓ શોધવા સ્પેશિયલ મહિલા પોલીસ ટીમ તૈયાર કરાતા જુનાગઢ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એમ.વાળા થી મહિલા પોલીસ ટીમે બાતમીના આધારે ગાંધીગ્રામમાં દુધની ડેરીની બાજુમાં ગુર્જર ક્ષત્રિય છાત્રાલયની બાજુમાં રહેતા બુટલેગર અરજણ ઉર્ફે રજાડી અમરાભાઇ વંશના ઘરે મહિલા પોલીસ ટીમ ની બહેનો ડી.ડી.ડાંગર ,એ.એસ.આઇ., એ.એસ.આઇ. લીલાવંતીબેન જમનાદાસ, મનિષાબેન દેવરખીભાઇ, પો.કોન્સ. કંચનબેન રાવતભાઇ, શિલ્પાબેન રાણાભાઇ દ્વારા સંતાડેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ 11 કિ.રૂ.3620 નો પકડી પાડી સાબિત કરી બતાવ્યું હતું કે માત્ર મહિલાઓ ઓફિસ વર્ક નહીં પણ સમય આવીએ પોથામાં રહેલી આવડતને સાબિત કરવા ફિલ્ડ વર્ક પણ કરી જાણે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.