દુર્ઘટના:વેકરિયામાં ઓપનેરમાં સાડી આવી જતા મહિલાનું મોત નિપજ્યું

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદનો પરિવાર ભાગીયાના ખેતરમાં કામ કરી રહ્યોં'તો
  • કામ કરતી વેળાએભીસાઈ જતા શ્વાસ રૂંધાઇ ગયો હતો

વિસાવદર નજીકના વેકરિયા ગામે ઓપનેર માં સાડી નો છેડો આવી જતા એક મહિલાનું મોત થયું હતું.આ બનાવથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ, દાહોદ જિલ્લાના ગુંદરા ગામે રહેતાં કલ્પેશભાઈ બદજીભાઈ બામણીયાએ પોલીસ માં જણાવ્યા અનુસાર કલ્પેશભાઈ એ જમીનનું ભાગ્યું રાખ્યું હોય અને ગત.23 ઓક્ટો.ના દિવસે મગફળી કાઢવા માટે ઓપનેર આવ્યું હતું અને કાંધુ કાઢવાની કામગીરી ચાલુ હતી જેમાં શાંતાબેન બદજીભાઈ પણ કામ કરી રહ્યાં હતાં.

એ સમયે અચાનક જ શાંતાબેનની સાડી નો છેડો ઓપનેરના પંખામાં આવી ગયો હતો જેથી ભીસાઈ જતા તેમનો શ્વાસ રૂંધાઇ ગયો હતો અને મોત થયું હતું.આ બનાવને લઈ પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં હતાં.પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.વધુ તપાસ પીએસઆઈ આર.ડી ડામોર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...