તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સોમનાથમાં દર્શન કરનાર મહિલા યાત્રીકે સુરક્ષાકર્મીએ પર્સ ચેક કરતા મારામારી કરી, ફરજમાં રૂકાવટ કરતા ફરિયાદ થઇ

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ વલસાડની મહિલા યાત્રીક સામે કાર્યવાહી કરી

સોમનાથમાં ભગવાન મહાદેવ મંદિર ઝેડ પ્લસ સુરક્ષા હેઠળ છે. ત્યારે એક મહિલા યાત્રીકે તેમનું પર્સ ચેક કરવા નહિં દેતા અને ફરજ પરના મહિલા પોલીસ કર્મચારી સહીતનાને ઢીકા પાટુનો માર મારતા ફરજમાં રૂકાવટ અંગેની ફરીયાદ પોલીસમાં નોંધાયેલી છે.

બીભત્સ શબ્દો બોલતી હોવાથી યાત્રાળુ મહિલા સામે ફરિયાદ કરાઇ

સોમનાથ મંદિરના દિગ્વીજય દ્વાર પાસે મહિલા વિભાગના પો.કો. કાજલબેન ડોડીયા, જી.આર.ડી. સભ્ય દેવીબેન, ગંગાબેન, દક્ષાબેન, ગીતાબેન સહીતના તેમની ફરજ બજાવી રહેલા દરમ્‍યાન એક મહિલા યાત્રાળુ દર્શનાર્થે આવતા તેમના હાથમાં પર્સ હોવાથી તેને રોકી પર્સ ચેક કરવા માટે માંગતા તે પર્સ ચેક કર્યા વગર જવાની જીદ કરવા લાગેલી અને ઉશ્કેરાઇ જઇ બીભત્સ શબ્દો બોલતા હોવાથી યાત્રાળુ મહિલાને સમજાવવા જતા ઝપાઝપી કરવા લાગેલી હતી.

પોલીસ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

આ સમયે વચ્ચે પડેલા અન્ય મહિલા પોલીસ કર્મચારીને પણ થપ્પડ મારતા અંતે મહિલા પી.એસ.આઇ. પ્રવિણાબેન સાંખટને બોલાવતા તેની સાથે પણ મન ફાવે તેવું વર્તન કરી ચેકીંગ કર્યા વિના મંદિરમાં જતા હોવાથી મહિલા યાત્રીકને રોકી પોલીસ સ્‍ટેશનએ લઇ જવાયેલી જયાં તેમનું પર્સ ચેક કરતા ડ્રાઇવીંગ લાયસન્સના આધારે આ મહિલા યાત્રીકનું નામ ઉર્વશીબેન શંકરલાલ પટેલ રહે.ડુંગળી પ્રમુખવાટીકા સોસાયટી, જેસપોર જી.વલસાડ હોવાનું જણાયેલુ હતુ. જેના આઘારે મહિલા યાત્રીક ઉર્વશીબેન સામે પોલીસ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંઘી વધુ તપાસ પી.એસ.આઇ. પરમારએ હાથ ધરેલી છે.

અન્ય સમાચારો પણ છે...